જેટ એરવેઝના પૂર્વ કર્મચારીએ આત્મહત્યા કરી
। મુંબઇ ।
અસ્થાયી રૂપથી બંધ એરલાઇન કંપની જેટ એરવેઝના ૫૩ વર્ષના પૂર્વ સિનિયર ટેકનિશિયને આર્થિક તંગીમાં હોવાથી ડિપ્રેશનમાં આવી આત્મહત્યા કરી હતી. સૂત્રોના મતે પૂર્વ કર્મચારીએ ચાર માળની ઇમારતના ટેરેસ પર જઇને છલાંગ લગાવી આત્મહત્યા કરી હતી. તેનો પુત્ર પણ જેટમાં જ કર્મચારી તરીકે હતો પણ છેલ્લાં ત્રણ મહિનાથી તેનો પણ પગાર આવ્યો ન હોવાથી પરિવાર મોટી આર્થિક તંગીમાં સપડાયો હતો. આ સાથે જ ૫૩ વર્ષના શૈલેશ સિંહને કેન્સર પણ હતું. જેટ એરવેઝ એરલાઇનનો સ્ટાફ અને એમ્પલોઇ અસોસિયેશન અનુસાર તેઓ આર્થિક સંકટમાંથી પસાર થઇ રહ્યા હતા. જેટ એરવેઝના લગભગ વીસ હજાર કર્મચારીઓને કેટલાક મહિનાથી સેલરી મળી નથી.
પોલીસ અનુસાર સાઇપૂજા સોસાયટીમાં રહેતા શૈલેશકુમારસિંહ (૫૩) કેન્સરપીડિત હોવાથી કેટલાક વર્ષોથી બીમારીને લઈને પરેશાન હતા. અંતે શુક્રવારે બપોરના સમયે તેમણે બિલ્ડિંગની ટેરેસ પર જઈને છલાંગ લગાવતા સોસાયટીની દીવાલને લાગીને આવેલા રેલવેના નાળામાં તેઓ પડયા હતા. તે સમયે હાજર લોકોએ તેમને નાળામાંથી બહાર કાઢી એલાયન્સ હોસ્પિટલમાં લઈ જતાં ડોક્ટરે તેમને તપાસીને મૃત જાહેર કર્યા હતા. ઘટનાસ્થળે ફાયરબ્રિગેડના જવાનો પહોંચ્યા હતા પરંતુ તેઓ કાંઈ કરે તે પહેલાં તો તેમણે મૃત્યુ છલાંગ મારીને આત્મહત્યા કરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં તેમણે માનસિક તાણ અને ડિપ્રેશનમાં આવીને આત્મહત્યાનું પગલુ ભર્યુ હતુ.
શૈલેશ સિંહ જેટ એરવેઝમાં પહેલાં નોકરી કરતા હતા, પરંતુ બીમારીને લઈને તેમણે રાજીનામું આપતાં તેમની જગ્યાએ તેમના પુત્રને કંપનીમાં કામે લેવાયો હતો પરંતુ પરિવાર છેલ્લા ત્રણ મહિનાથી કંપનીની હાલત ખરાબ હોવાથી આર્થિક તંગીનો સામનો કરી રહ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post જેટ એરવેઝના પૂર્વ કર્મચારીએ આત્મહત્યા કરી appeared first on Sandesh.
from India – Sandesh http://sandesh.com/jet-airways-pre-employees/
via Best Gujarati News
0 Comments