આગ ઝરતી ગરમીમાંથી રાહત આપવા AMCએ શહેરીજનો માટે કરી આવી ‘ખાસ’ વ્યવસ્થા
રાજ્યભરમાં આકરો ઉનાળો છે. સુરજદાદા જાણે રીતસરની આગ વરસાવી રહ્યાં છે. શહેર સહીત રાજ્યભર માં ગરમી થી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આવનાર દિવસોમાં વધુ ગરમી પડવાની આગાહી વ્યક્ત કરી છે.
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આવનાર દિવસોમાં ગરમીનો પારો 45 ડિગ્રી ને પાર પહોંચી શકે તેમ છે. ત્યારે અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા પણ ગરમીથી લોકોને કેવી રીતે રાહત મળે તેને લઈને એક ખાસ હિટ એક્શન પ્લાન બનવામાં આવ્યો છે.
અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે શહેરના તમામ કોર્પોરેશન સંચાલિત બગીચાઓ મોડી રાત સુધી શહેરીજનો માટે ખુલ્લા રાખવામાં આવશે. ખાસ એ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે કાળઝાળ ગરમીમાં લોકોને પીવાનું પાણી પણ બગીચાઓમાં ઉપલબ્ધ કરવામાં આવશે.
ગરમીથી અસર પામેલાઓને આઈસ બેગ આપવામાં આવશે. તેવી જ રીતે શહેરમાં ORSની વ્યવસ્થા કરાશે. તો આંગણવાડીઓમાં પણ ORS પુરા પાડવામાં આવશે.
સંદેશ ન્યુઝ દ્વારા શહેરના બગીચાઓનું રિયાલિટી ચેક કરવામાં આવ્યું હ્તુ. જેમાં શહેના પરિમલ ગાર્ડન હોય કે પછી પ્રહલાદનગર ગાર્ડન ત્યાં કોઈ પણ પ્રકારની પીવાના પાણી અંગેની વ્યવસ્થા કોર્પોરેશન દ્વારા નથી કરવામાં આવી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post આગ ઝરતી ગરમીમાંથી રાહત આપવા AMCએ શહેરીજનો માટે કરી આવી ‘ખાસ’ વ્યવસ્થા appeared first on Sandesh.
from Gujarat – Sandesh http://sandesh.com/a-circular-was-issued-by-the-ahmedabad-municipal-corporation/
via Best Gujarati News
0 Comments