શ્રીલંકામાં થયેલા શ્રેણીબદ્ધ આત્મઘાતી હુમલાના તાર ગુજરાત સાથે પણ જોડાયેલા હોવાનું સામે આવ્યું તથા ડીઆરડીઓ દ્વારા વિકસિત બ્રહમોસ મિસાઇલનું આ પરીક્ષણ આવનારા થોડાંક દિવસોમાં સુખોઇ લડાકુ વિમાનથી થઇ શકે છે અને ગુરૂદાસપુરમાં બોલિવુડ એકટર વિનોદ ખન્નાના મોત બાદ ભાજપે સની દેઓલને મેદાનમાં ઉતારીને હાલની ચૂંટણીને રસપ્રદ બનાવી તથા ડાંગના સાપુતારા ખાતે રવિવારે વહેલી સવારે વિદ્યાર્થીઓ ભરેલી એક ખાનગી લક્ઝરી બસ રોડ અકસ્માત નડ્યો અને ચીનની એપલ તરીકે ઓળખાતી સ્માર્ટફોન ઉત્પાદક કંપની Xiaomiએ સ્માર્ટફોન, જૂતા, હવા શુદ્ધિકરણ અને પેન પછી વાયરલેસ સાવરણી લોન્ચ કરી સહિતના અગત્યના સમાચાર…

વધુ વાંચવા કરો ક્લિક-1: શ્રીલંકાના સિરિયલ બ્લાસ્ટમાં સનસનાટીપૂર્ણ ખુલાસો, ગુજરાત કનેક્શન આવ્યું સામે

શ્રીલંકામાં થયેલા શ્રેણીબદ્ધ આત્મઘાતી હુમલાના તાર ગુજરાત સાથે પણ જોડાયેલા હોવાનું સામે આવ્યું છે. ગુજરાત એટીએસના હાથે ઝડપાયેલા હેન્ડલરની પૂછપરછમાં ખુલાસો સનસનાટીપૂર્ણ ખુલાસો થયો છે. શ્રીલંકામાં થયેલા બ્લાસ્ટનો પ્લાન બે વર્ષ અગાઉથી ઘડવામાં આવ્યો હતો. જેમાં ગુજરાતમાંથી ઝડપાયેલા આઈએસઆઈએસના બે આતંકવાદીઓ પણ શામેલ હોવાનું જાણવા મળ્યું હતું. ભારતીય ગુપ્તચર એજન્સીઓ આ માહિતી શ્રીલંકાને પણ આપી હતી. તેવી જ રીતે ગુજરાત એટીએસએ પણ શ્રીલંકાને આ માહિતી આપી હતી.

વધુ વાંચવા કરો ક્લિક-2: ભારતે વિકસાવ્યું એવું ઘાતક શસ્ત્ર, પાકિસ્તાન ઘરમાં બેઠા-બેઠા થથરી જશે

ડીઆરડીઓ દ્વારા વિકસિત બ્રહમોસ મિસાઇલનું આ પરીક્ષણ આવનારા થોડાંક દિવસોમાં સુખોઇ લડાકુ વિમાનથી થઇ શકે છે. ભારતીય વાયુસેનાના સૂત્રો એ કહ્યું કે એરફોર્સની યોજના છે કે 40 સુખોઇ-30MKI લડાકુ વિમાનોમાં બ્રહ્મોસ મિસાઇલ ફિટ કરવામાં આવે, જેથી કરીને જરૂર પડવા પર લાંબા અંતરથી જ તેનો ઉપયોગ દુશ્મનની વિરૂદ્ધ કરી શકાય.

વધુ વાંચવા કરો ક્લિક-3: પંજાબમાં સની દેઓલને ઘેરવા માટે કોંગ્રેસ બનાવ્યો માસ્ટર પ્લાન

ગુરૂદાસપુરમાં બોલિવુડ એકટર વિનોદ ખન્નાના મોત બાદ ભાજપે સની દેઓલને મેદાનમાં ઉતારીને હાલની ચૂંટણીને રસપ્રદ બનાવી દીધી છે. કોંગ્રેસે અહીંથી જાટ નેતા સુનીલ જાખડને ટિકિટ આપી છે, જે ગઇ પેટાચૂંટણીમાં અહીંથી જીત્યા હતા. કહેવાય છે કે પુલવામા બાદ બાલાકોટમાં એર સ્ટ્રાઇક બાદ ભાજપે રાષ્ટ્રવાદ અને દેશભક્તિના માહોલને જોતા એ ભાવને આગળ વધારવા માટે સની દેઓલ જેવા એકટરને ગુરૂદાસપુરથી ઉતાર્યો. ઉલ્લેખનીય છે કે બોર્ડર અને ગદર જેવી ફિલ્મો દ્વારા તેની ઇમેજ રાષ્ટ્રવાદની ભાવનાને આગળ વધારતી દેખાય છે.

વધુ વાંચવા કરો ક્લિક-4: એર ઈન્ડિયાનું સર્વર ખોટકાયું, દેશ-વિદેશમાં સેંકડો પ્રવાસી અટવાયા

એર ઈન્ડિયાનનું SITA સર્વર શનિવારે વહેલી પરોઢે ૩.૩૦ કલાકથી ટેક્નિકલ ખામીના કારણે ખોટકાઈ જતાં સમગ્ર વિશ્વના વિમાનીમથકો ખાતે એર ઈન્ડિયાના સેંકડો પ્રવાસી અટવાઈ પડયા હતા. પાંચ કલાકથી વધુ સમય માટે એર ઈન્ડિયાનું સર્વર ખોટકાઈ ગયુ હતું. એરલાઇન્સના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, SITA સર્વર ખોટકાઈ જવાના કારણે એર ઈન્ડિયાના ફ્લાઇટ ઓપરેશનો પર માઠી અસર પડી હતી.

વધુ વાંચવા કરો ક્લિક-5: સાપુતારાના ઘાટમાં બસના ડ્રાઈવરે કાબુ ગુમાવ્યો, પણ એક ઝાડે બચાવી અનેક જીંદગીઓ

ડાંગના સાપુતારા ખાતે રવિવારે વહેલી સવારે વિદ્યાર્થીઓ ભરેલી એક ખાનગી લક્ઝરી બસ રોડ અકસ્માત નડ્યો હતો. જોકે એક ઝાડે અનેક જીંદગીઓ વચાવી લીધી હતી. બસ ઝાટના ટેકા પર રીતસરની ખીણ તરફ લટકી ગઈ હતી

વધુ વાંચવા કરો ક્લિક-6: ITR ફાઇલ કરતા પહેલા આ બાબતનું રાખશો ધ્યાન, તો રિફંડ આવશે સીધું બેંક ખાતામાં

તમે હજી સુધી આઇટીઆર ફાઇલ દાખલ કરી નથી તો આ રીતે તેને ફાઇલ કરવાની રીત અનુસરો અને સરળ રીતે રિફંડ મેળવો. એસેસમેન્ટ ઇયર 2019-20 માટે IT રિટર્ન ભરવાની છેલ્લી તારીખ 31 જુલાઇ, 2019 છે. તેથી, આઇટીઆર ફાઇલ કરતા સમયે આ બાબતોને ધ્યાન રાખો.

વધુ વાંચવા કરો ક્લિક-7: SIPમાં કઇ રીતે અને ક્યારે રોકાણ કરી વધુ નફો મેળવી શકાય, જાણો લાભની વાત

તાજેતરમાં પણ ઘણા લોકો મ્યુ. ફંડમાં એક સમયાંતરે થતાં રોકાણ એટલે કે SIP (Systematic Investment Plan)ને એક રોકાણનું સાધન ગણે છે, જ્યારે આ એક રોકાણ કરવાની વ્યવસ્થિત પદ્ધતિ છે જે માસિક કે એક સમયાંતરે થતી આવકને વ્યવસ્થિત રીતે રોકાણ કરવામાં ખૂબ જ મદદરૂપ થાય છે. SIP વિશે લોકો ઘણી ગેરસમજ ધરાવે છે જે અહીંયાં ટૂંકમાં વર્ણન દ્વારા સમજીએ.

વધુ વાંચવા કરો ક્લિક-8: કાજલ અગ્રવાલ અનુષ્કા શર્માની રાહ પર, આ ક્રિકેટર પર આવ્યું ‘સિંઘમ’ હસીનાનું દિલ

બોલીવુડ સ્ટાર્સ અને ક્રિકેટર્સ વચ્ચે ખુબજ જુનુ કનેક્શન છે. સૈફ અલી ખાનની માતા શર્મિલા ટાગોર અને પિતા નવાબ મંસૂર અલી પટૌડીથી લઈને અનુષ્કા શર્મા વિરાટ કોહલી સહિતનું લાંબુ લચક લીસ્ટ છે. તો આ યાદીમાં વધારે એક નામ જોડાવા જઈ રહ્યુ છે. જીહા, અમે વાત કરી રહ્યા છીએ ‘સિંઘમ’, ‘મગધીરા’ની ખુબસુરત એકટ્રેસ કાજલ અગ્રવાલની જેનું દિલ હાલ એક ક્રિકેટર માટે ધડકી રહ્યુ છે.

વધુ વાંચવા કરો ક્લિક-9: Xiaomiએ લોન્ચ કરી ઇલેક્ટ્રિક સાવરણી, એક વખતના ચાર્જમાં 2 કલાક ચાલશે

ચીનની એપલ તરીકે ઓળખાતી સ્માર્ટફોન ઉત્પાદક કંપની Xiaomiએ સ્માર્ટફોન, જૂતા, હવા શુદ્ધિકરણ અને પેન પછી વાયરલેસ સાવરણી લોન્ચ કરી છે. Xiaomiએ આ વાયરલેસ ઇલેક્ટ્રિક સાવરણીની કિંમત 99 યુઆન એટલે લગભગ 1030 રૂપિયા રાખી છે. તેમજ આ સાવરણીનું વેચાણ કંપનીના crowdfunding પ્લેટફોર્મથી કરવામાં આવી રહ્યું છે.

વધુ વાંચવા કરો ક્લિક-10: IPL 2019: મનીષ પાંડે એક જ બોલ પર બે વખત આઉટ, ના હોય, આવું કંઇ રીતે બન્યું?

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 45મી મેચમાં જ્યારે રાજસ્થાનની ટીમ હૈદ્રાબાદ જેવી મજબૂત ટીમની વિરૂદ્ધ ઉતરી તો કોઇને આશા નહોતી કે હૈદ્રાબાદ આ મેચ આટલી સરળતાથી ગુમાવી દેશે. આ મેચમાં હૈદ્રાબાદના બેટસમેને રાજસ્થાનની ખરાબ ફિલ્ડિંગ છતાંય રન બનાવામાં ઘણી મુશ્કેલીઓ પડી. ટીમ માટે માત્ર મનીષ પાંડે જ ચાલી શકયા. તેની શ્રેષ્ઠ 61 રનની ઇનિંગ્સના લીધે ટીમ 155 રનના સ્કોર સુધી પહોંચી શકયું. મનીષની ઇનિંગ્સનો અંત રોમાંચક રહ્યો અને તે એક જ બોલ પર બે રીતે આઉટ થઇ ગયા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post News@12 PM: શ્રીલંકાના સિરિયલ બ્લાસ્ટમાં ખુલાસો, ગુજરાત કનેક્શન આવ્યું સામે સહિતના સમાચાર appeared first on Sandesh.



from Gujarat – Sandesh http://sandesh.com/28-april-2019-top-headlines-til-12-pm/
via Best Gujarati News

0 Comments