વાડે ચીભડાં ગળ્યાં! સરકારી ગોડાઉનમાંથી જ સરકારી અનાજની 16000 બોરીઓ પગ કરી ગઈ
રાજ્યમાં પહેલા મગફળી કાંડ અને હવે સૌરાષ્ટ્રમાં ગાજેલા તુવેર કાંડના હજી તો પડઘા પણ શાંત નથી પડ્યા ત્યાં તો કાલોલમાં સરકારી ગોડાઉનમાંથી સરકારી અનાજની થોડી ઘણી નહીં પણ 16,000 જેટલી બોરીઓ ગાયબ થઈ જવાનો મામલો સામે આવતા ચકચાર મચી જવા પામી છે.
પંચમહાલના કાલોલ ખાતે આવેલા સરકારી અનાજના ગોડાઉનમાંથી સરકારી અનાજની 16000 ઉપરાંત બોરી ગાયબ થવાનો મામલો સામે આવતા ચકચાર મચી જવા પામી છે. આ મામલે કાલોલ પોલીસ મથકે નોંધાઈ પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
ગુજરાત રાજ્ય અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ ગોધરા દ્વારા નોંધવાઈ પોલીસ ફરિયાદ આ બાબતેની ફરિયાદ નોંધાવી છે.
રૂ. 2 કરોડ 73 લાખ 30 હજારની કિંમતની ઘઉંની 14853 બોરી અને રૂ.7028000ની કિંમતની ચોખાની 2699 બોરી, તેમજ 72000ની કિંમતની 18 બોરી ખાંડ બારોબાર સગેવગે કરવા અંગેની નોંધાઈ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
કાલોલ ગોડાઉન મેનેજર તેમજ લેબર કોન્ટ્રાકટર સુનિલ બેલદાર અને તેના ભાઈ મહેન્દ્ર બેલદાર સહિતના કુલ 9 વ્યક્તિ સામે નોંધાઈ પોલીસ ફરિયાદ છે. પોલીસે સમગ્ર મામલે છેતરપીંડી તેમજ આવશ્યક ચીજ વસ્તુ ધારાની કલમ 3 મુજબ ગુન્હો નોંધી વધુ કાર્યવાહી હાથધરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post વાડે ચીભડાં ગળ્યાં! સરકારી ગોડાઉનમાંથી જ સરકારી અનાજની 16000 બોરીઓ પગ કરી ગઈ appeared first on Sandesh.
from Gujarat – Sandesh http://sandesh.com/16000-bury-of-government-grains-disappeared-from-godown/
via Best Gujarati News
0 Comments