શ્રીલંકાના સિરિયલ બ્લાસ્ટમાં સનસનાટીપૂર્ણ ખુલાસો, ગુજરાત કનેક્શન આવ્યું સામે
શ્રીલંકામાં થયેલા શ્રેણીબદ્ધ આત્મઘાતી હુમલાના તાર ગુજરાત સાથે પણ જોડાયેલા હોવાનું સામે આવ્યું છે. ગુજરાત એટીએસના હાથે ઝડપાયેલા હેન્ડલરની પૂછપરછમાં ખુલાસો સનસનાટીપૂર્ણ ખુલાસો થયો છે. શ્રીલંકામાં થયેલા બ્લાસ્ટનો પ્લાન બે વર્ષ અગાઉથી ઘડવામાં આવ્યો હતો. જેમાં ગુજરાતમાંથી ઝડપાયેલા આઈએસઆઈએસના બે આતંકવાદીઓ પણ શામેલ હોવાનું જાણવા મળ્યું હતું. ભારતીય ગુપ્તચર એજન્સીઓ આ માહિતી શ્રીલંકાને પણ આપી હતી. તેવી જ રીતે ગુજરાત એટીએસએ પણ શ્રીલંકાને આ માહિતી આપી હતી.
ગુજરાત એટીએસના હાથે આજથી દોઢ વર્ષ પહેલા કાસિમ સ્ટિમરવાલા અને આદિલ નામના બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. કાશીમ ટીમ્બરવાલા અંકલેશ્વરથી ઝડપાયો હતો. જ્યારે આદિલ સોશિયલ મીડિયામાં ઘણો સક્રિય હતો અને તે પોતાની નીચે કેડર તૈયાર કરી રહ્યો હતો. આ બંને ખુંખાર ત્રાસવાદી સંગઠન ISISના સંપર્કમાં હોવાનું ગુજરાત ATSની પુછપરછમાં સામે આવ્યું હતું.
બંને ભારત જ નહીં પરંતુ શ્રીલંકામાં પણ ટીમ બનાવી રહ્યા હતા. તેમની ચેટ પણ ગુજારાત એટીએસને હાથ લાગી હતી. જેમાં શ્રીલંકામાં શ્રેણીબદ્ધ હુમલાની વાત કરવામાં આવી હતી. શ્રીલંકામાં બોમ્બ ધડાકા કરવામાં આવેલા બોમ્બ ધડકાડાનું ષડયંત્ર બે વર્ષ અગાઉથી ઘડવામાં આવ્યું હતું. આ વાતનો ઉલ્લેખ આઈએસઆઈએસના બે હેન્ડલર વચ્ચે થયેલી વાતચીતમાં છે. આ વાત સામે આવતા જ ગુજરાત ATSએ શ્રીલંકાને આ બાબતની જાણ કરી હતી.
ATSના ધ્યાનમાં આવ્યું હતું કે કાશીમ અને આદિલ બંને મળીને શ્રીલંકામાં ટીમ બનાવી રહ્યાં હતા. ATSએ મેળવેલી વાતચીતમાં જાણવા મળ્યું હતું કે આદિલ શ્રીલંકામાં કોઈ એક્સ નામના વ્યક્તિ સાથે સંપર્કમાં હતો. એક્સ નામનો વ્યક્તિ શ્રીલંકામાં કમાન્ડો હતો. તેને પાકિસ્તાનમાં ટ્રેનિંગ આપવામાં આવી હતી. એક્સ હાલ સીરિયમાં હોઈ શકે છે. આ ત્રણે જણા અને શ્રીલંકામાં આઈએસએસ વતી કઈક મોટું કરવાની ફિરાકમાં હતા. ભારતીય ગુપ્તચર એજન્સીઓ પાસે આદિલ અને એક્સ વચ્ચે થયેલી વાતચીતના પુરાવા પણ છે.
આદિલ શ્રીલંકા સહિતના હુમલાઓનું પ્લાનિંગ કરે તે પહેલાં જ પકડાઈ ગયો. એજન્સીની નજર આતંકવાદીઓની વાતચીત પર હતી જેના આધારે જ તેમની વાતચીતને દેશની અન્ય ગુપ્તચર સંસ્થાઓને આપવામાં આવી હતી અને ગુપ્તચર સંસ્થાઓએ આ માહિતીના આધારે શ્રીલંકાને એલર્ટ આપ્યું હતું. ગુજરાત એટીએસએ પણ શ્રીલંકાને આ બાબતની જાણકારી આપી હતી. આમ શ્રીલંકામાં થયેલા ભયાનક બોમ્બ વિસ્ફોટનું ગુજરાત કનેક્શન જોડાયેલું છે.
કાશીમ અને આદિલ મળીને વડાપ્રધાન મોદી પર હુમલો કરવાનો ગેમ પ્લાન બનાવ્યો હતો. સાથે જ તેઓ અમદાવાદમાં ઇઝરાયેલી ધાર્મિક સ્થળ પર લોન વુલ્ફ એટેક કરવાનું કાવતરૂ ઘડી રહ્યાં હતા. પરંતુ ગુજરાતમાં તેમના બદઇરાદા પાર પડે તે પહેલાં જ એટીએસ દ્વારા તેમને દબોચી લેવામાં આવ્યા હતા.
શ્રીલંકાના વડાપ્રધાને દુઃખ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ભારતે ઇનપુટ આપ્યા હોવા છતાં આ હુમલો શ્રીલંકા હુમલો ન રોકી શકયું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post શ્રીલંકાના સિરિયલ બ્લાસ્ટમાં સનસનાટીપૂર્ણ ખુલાસો, ગુજરાત કનેક્શન આવ્યું સામે appeared first on Sandesh.
from Gujarat – Sandesh http://sandesh.com/gujarat-connection-of-sri-lanka-blast-2-man-held-by-gujarat-ats-from-bharuch/
via Best Gujarati News
0 Comments