ડાંગના સાપુતારા ખાતે રવિવારે વહેલી સવારે વિદ્યાર્થીઓ ભરેલી એક ખાનગી લક્ઝરી બસ રોડ અકસ્માત નડ્યો હતો. જોકે એક ઝાડે અનેક જીંદગીઓ વચાવી લીધી હતી. બસ ઝાટના ટેકા પર રીતસરની ખીણ તરફ લટકી ગઈ હતી.

સાપુતારા જવાના માર્ગે બસને અકસ્માત નડ્યો હતો. સુરતથી સાપુતારા પ્રવાસે જતી વિદ્યાર્થીઓ ભરેલી બસના ચાલકે કાબુ ગુમાવતા બસ રોડથી 10 ફૂટ જેટલી નીચે જતી રહી હતી. જોકે, ઝાડની આડસ હોવાના કારણે સદનસીબે બસ ખીણમાં ખાબકતા બચી હતી.

બસ રોડની નીચે ઉતરી જતા જ એમાં સવાર મુસાફરોના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા. પરંતુ એક ઝાડના કારણે મોટો અકસ્માત ટળ્યો હતો. સદનસીબે એક પણ મુસાફરને જાનહાનિ થઈ નહોતી. આ માર્ગે ડ્રાઇવરોની બેદરકારીના કારણે અકસ્માતો સર્જાતા રહે છે.

જો આ બસ ખીણમાં જતી રહેત તો મોટી દુર્ઘટના થઈ હોત પરંતુ સદનસીબે મોટી દુર્ઘટના ટળી હતી. મુસાફરો બસના મુખ્ય દરવાજા ઉપરાંત બસની બારીમાંથી નીચે ઉતરી ગયા હતાં અને પોતાના જીવ બચાવ્યા હતાં.

આ દુર્ઘટનના પગલે મુસાફરોમાં ભારે રોષ ભભુકી ઉઠ્યો હતો. જેથી પેસેન્જરોનો ગુસ્સો જોતા ચાલક દુર્ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. ત્યાંથી પસાર થતા સ્થાનિક લોકોએ મુસાફરોની મદદ કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post સાપુતારાના ઘાટમાં બસના ડ્રાઈવરે કાબુ ગુમાવ્યો, પણ એક ઝાડે બચાવી અનેક જીંદગીઓ appeared first on Sandesh.



from Gujarat – Sandesh http://sandesh.com/road-accident-in-sapurat-ghat-tree-save-many-life/
via Best Gujarati News

0 Comments