Video: શમીએ ફેંક્યો ‘ઘાતકી બૉલ’, ડીવિલિયર્સે એક જ હાથે ફટકારી ગજબની સિક્સર
મેદાનનાં દરેક ખૂણામાં શૉટ મારવાની તાકાત રાખનારા એબી ડીવિલિયર્સે બુધવારનાં રાતનાં ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રનોનું વાવાઝોડું લાવી દીધું હતુ. મિસ્ટર 360 ડિગ્રીનાં નામથી જાણીતા આ ખેલાડીએ ઇન્ડિયન પ્રીમિયર લીગની 42મી મેચમાં બેંગલોર તરફથી રમતા પંજાબ સામે ફક્ત 44 બૉલમાં અણનમ 82 રન ફટકાર્યા હતા. આ દરમિયાન તેના બેટમાંથી 3 ચોગ્ગા અને 7 છગ્ગા નીકળ્યા હતા.
ડીવિલિયર્સની શરૂઆત ધીમી રહી હતી, પરંતુ એકવાર સેટ થયા બાદ તેણે ધુંઆધાર બેટિંગ કરી હતી અને બેંગલોરને મુશ્કેલીમાંથી બહાર નીકાળ્યું હતુ. ડીવિલિયર્સે 18મી ઑવરમાં 36 બૉલમાં અડધી સદી પુરી કરી. 19મી ઑવરમાં ડીવિલિયર્સે એક એવો શૉટ ફટકાર્યો કે બૉલ સ્ટેડિયમની ઉપર ગયો. પંજાબ તરફથી મોહમ્મદ શમી 19મી ઑવર ફેંકી રહ્યો હતો.
શમીનાં પહેલા બે બૉલ પર કોઈ મોટો શૉટ આવ્યો નહોતો, પરંતુ એબીએ તેની કમી ત્રીજા, ચોથા અને પાંચમાં બૉલ પર પુરી કરી દીધી હતી. ત્યારબાદ પાંચમો બૉલ બીમર ફેંક્યો, જે ખતરનાક રીતે ડીવિલિયર્સ તરફ આવી, પરંતુ ડીવિલિયર્સે એક હાથે એવો શૉટ ફટકાર્યો કે બૉલ સિક્સર ગઈ.
One handed look away six by AB de Villiers.
The BBL needs this man …
— Peter Lalor (@plalor) April 24, 2019
આ છગ્ગાની લંબાઈ 95 મીટર હતી. આ શૉટ બાદ બીજો બૉલ મંગાવવો પડ્યો હતો, કેમકે બૉલ છત પર જતો રહ્યો હતો. આ ઑવરમાં ભારતીય ટીમનાં મુખ્ય બૉલર મોહમ્મદ શમીએ 21 રન આપ્યા હતા. ડીવિલિયર્સની તોફાની બેટિંગની મદદથી બેંગલોરે 20 ઑવરમાં 4 વિકેટે 202 રન બનાવ્યા હતા અને પંજાબ તેના જવાબમાં 185 રન જ બનાવી શક્યું હતુ. આ મેચમાં બેંગલોરનો 17 રને વિજય થયો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post Video: શમીએ ફેંક્યો ‘ઘાતકી બૉલ’, ડીવિલિયર્સે એક જ હાથે ફટકારી ગજબની સિક્સર appeared first on Sandesh.
from Sports – Sandesh http://sandesh.com/ab-de-villiers-hit-six-by-just-one-hand/
via Best Gujarati News
0 Comments