કોલકાતા નાઇટ રાઇડર્સ અને રાજસ્થાન રૉયલ્સ વચ્ચે કોલકાતાનાં ઈડન ગાર્ડન્સમાં આઇપીએલની 43મી મેચમાં રાજસ્થાનનો 3 વિકેે વિજય થયો છે. રાજસ્થાને ટૉસ જીતીને ફીલ્ડિંગ પસંદ કરી હતી. પહેલા બેટિંગ કરતા કોલકાતાએ 20 ઑવરમાં 6 વિકેટે 175 રન બનાવ્યા હતા. કોલકાતા તરફથી દિનેશ કાર્તિકે અણનમ 97 અને નિતિશ રાણાએ 21 રન બનાવ્યા હતા. રાજસ્થાન તરફથી વરૂણ એરોને 2 અને થોમસ, શ્રેયસ ગોપાલ અને ઉનડકટે 1-1 વિકેટ ઝડપી હતી.

176 રનનાં પડકારનો પીછો કરવા ઉતરેલા રાજસ્થાને રિયાન પરાગ 47, આંજિક્ય રહાણે 34 અને જોફ્રા આર્ચરણ અણનમ 27 રન ફટકાર્યા હતા. કોલકાતા તરફથી પિયૂષ ચાવલાએ 3, સુનીલ નરેને 2 અને પ્રસિદ્ધ  ક્રિષ્ના અને આન્દ્રે રસેલે 1-1 વિકેટ ઝડપી હતી.

  • રિયાન પરાગ રસેલની બૉલિંગમાં હિટવિકેટ આઉટ થયો. તેણે 47 રન બનાવ્યા.
  • શ્રેયસ ગોપાલ 18 રન બનાવીને પ્રસિદ્ધિ ક્રિષ્નાની ઑવરમાં આઉટ.
  • સ્ટુઅર્ટ બિન્નીને પિયૂષ ચાવલાએ 11 રને કર્યો તંબૂ ભેગો.
  • પિયૂષ ચાવલાએ બેન સ્ટોક્સને 11 રને આઉટ કર્યો.
  • સ્ટીવ સ્મિથને સુનીલ નરેને 2 રને ક્લિન બૉલ્ડ માર્યો.
  • સંજૂ સેમસન 22 રન બનાવીને પિયૂષ ચાવલાની ઑવરમાં આઉટ.
  • સુનીલ નરેને આંજિક્ય રહાણેને 34 રને આઉટ કર્યો.

  • દિનેશ કાર્તિકે 50 બૉલમાં 9 છગ્ગા અને 7 ચોગ્ગાની મદદથી અણનમ 97 રન બનાવ્યા.
  • બ્રેથવેટને ઉનકટે 5 રને આઉટ કર્યો.
  • આન્દ્રે રસેલ 14 રન બનાવીને આઉટ, થોમસે લીધી વિકેટ.
  • દિનેશ કાર્તિકનાં 50 રન પુરા.
  • સુનીલ નરેન 11 રને વરૂણ એરોન અને રહાણે દ્વારા રનઆઉટ.
  • શ્રેયસ ગોપાલે નિતિશ રાણાને 21 રને આઉટ કર્યો.
  • શુભમન ગિલ 14 રન બનાવીને આઉટ. એરોને લીધી વિકેટ.
  • વરૂણ એરોને ક્રીસ લીનને 0 રને આઉટ કર્યો.

રાજસ્થાન સામે કોલકાતા જીતવા માંગશે. કોલકાતાએ સતત પાંચ મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. કોલકાતાને આન્દ્રે રસેલ પર વધારે પડતો આધાર રાખવો ભારે પડી રહ્યો છે. કોલકાતાનો કેપ્ટન દિનેશ કાર્તિક પણ નબળા ફૉર્મમાં છે. ગત સત્રમાં કોલકાતા તરફથી સૌથી વધારે રન બનાવનાર કાર્તિક આ સીઝનમાં 16.71ની સરેરાશથી જ રન બનાવી શક્યો છે.

બીજી તરફ ટીમનો સ્પિનર કુલદીપ યાદવ પણ નબળા ફૉર્મમાં છે. હૈદરાબાદ સામે મળેલી 9 વિકેટની હાર બાદ કાર્તિક અને કુલદીપને આરામ આપવામાં આવ્યો હતો. દિનેશ કાર્તિક એક દિવસ માટે ઘરે ગયો હતો. કોલકાતાનાં સ્પિન આક્રમણે નબળું પ્રદર્શન કર્યું છે. કુલદીપ યાદવ, સુનીલ નરેન અને પીયૂષ ચાવલાએ 10 મેચોમાં ફક્ત 16 વિકેટ જ ઝડપી છે.

બીજી તરફ રાજસ્થાનની હાલત પણ ખરાબ છે અને તે પોઇન્ટ ટેબલમાં સૌથી છેલ્લા નંબરે છે. ખરાબ પ્રદર્શનનાં કારણે આંજિક્ય રહાણેન કેપ્ટનશિપ પરથી હટાવીને સ્ટીવ સ્મિથને કેપ્ટન બનાવવામાં આવ્યો છે. ત્યારબાદ તેમનો મુંબઈ સામે વિજય અને દિલ્હી સામે પરાજય થયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post KKRvsRR: કોલકાતાએ હારનો લગાવ્યો છગડો, રાજસ્થાનનો 3 વિકેટે વિજય appeared first on Sandesh.



from Sports – Sandesh http://sandesh.com/live-updates-of-kkr-and-rrs-ipl-match/
via Best Gujarati News

0 Comments