વર્લ્ડ કપ માટે જેમણે પસંદ કરી ભારતીય ટીમ તેમના નામે યુવકે કરી લાખોની છેતરપિંડી
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બૉર્ડનાં મુખ્ય પંસદગીકર્તા એમએસકે પ્રસાદનાં જણાવ્યા અનુસાર તેમના નામનો ખોટો ઉપયોગ કરીને લાખો રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી છે. પ્રસાદનાં જણાવ્યા અનુસાર, “આરોપી યુવકની ઓળખ બુદુમુરી નાગારાજુ તરીકે થઇ છે. તે આંધ્રપ્રદેશનાં શ્રીકાકુલમ જિલ્લાનો રહેવાશી છે.” આ યુવકે એમએસકે પ્રસાદનાં નામ પર ઘણા બધા મોટા બિઝનેસમેન સાથે લાખોની છેતપિંડી કરી છે. પ્રસાદે આરોપી સામે ફરિયાદ નોંધાવી છે.
પ્રસાદે બુધવારનાં વિશાખાપટ્ટનમમાં દિવ્યાંગ બાળકો સાથે પોતાનો જન્મદિવસ મનાવતા મીડિયા સામે આ વાતનો ખુલાસો કર્યો હતો. પ્રસાદે કહ્યું કે, નાગારાજુએ ટ્રુકૉલર એપ પર પોતાનો મોબાઈલ નંબર એમએસકે પ્રસાદનાં નામે રજિસ્ટર્ડ કરીને ઘણા બધા ઉદ્યોગપતિઓ પાસેથી પૈસા પડાવ્યા હતા. આ યુવકની ચાલમાં અનેક ઉદ્યોગપતિઓ ફસાયા હતા અને પ્રસાદનાં નામથી જ આ યુવકે છેતરપિંડીની જાળ વધારી હતી.
આરોપીએ સિલેક્ટ ટેલી કંપની પાસેથી 2.88 લાખ અને રામકૃષ્ણા હાઉસિંગથી 3.88 લાખ રૂપિયા ઠગ્યા હતા. કુલ મળાવીને આરોપીએ અત્યાર સુધી 5 લાખથી વધારેની છેતરપિંડી કરી હતી. પ્રસાદે આરોપી સામે વિજયવાડા અને હૈદરાબાદ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post વર્લ્ડ કપ માટે જેમણે પસંદ કરી ભારતીય ટીમ તેમના નામે યુવકે કરી લાખોની છેતરપિંડી appeared first on Sandesh.
from Sports – Sandesh http://sandesh.com/a-man-did-fraud-with-many-businessman-by-using-name-of-msk-prasad/
via Best Gujarati News
0 Comments