વર્લ્ડ કપ: ગાંગુલીએ કહ્યું, “ધોની હંમેશા નહીં રમે, હું પસંદગીકર્તા હોત તો પંતને ટીમમાં લીધો હોત”
ઇંગ્લેન્ડમાં 30 મેથી શરૂ થઇ રહેલા વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની પસંદગી થઇ ગઇ છે. ટીમમાં દિનેશ કાર્તિક, વિજય શંકર અને કેએલ રાહુલ જેવા ખેલાડીઓને જગ્યા મળી છે, જ્યારે ઋષભ પંત અને અંબાતી રાયડૂ જેવા ખેલાડીઓએ નિરાશ થવું પડ્યું છે. ભારતીય ટીમમાં ઋષભ પંતને જગ્યા ના મળવાને લઇને હવે પૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલીએ નિવેદન આપ્યું છે. સૌરવ ગાંગુલીએ કહ્યું કે, “જો હું પસંદગીકર્તા હોત તો કદાચ પંતને ટીમમાં સામેલ કર્યો હોત.”
પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ કહ્યું કે, “ઋષભ પંતનું વિશ્વ કપમાં જનારી ભારતીય ટીમમાં પસદંગી ના પામવું નિરાશાજનક બની શકે છે, પરંતુ આ 21 વર્ષનો ખેલાડી ઘણા વિશ્વ કપ રમશે અને ઓછામાં ઓછા 15 વર્ષ સુધી ભારતીય ટીમની જર્સી પહેરશે.” બીજા વિકેટકીપરનાં વિકલ્પ તરીકે ઋષભ પંતની જગ્યાએ દિનેશ કાર્તિકને ટીમમાં જગ્યા મળી છે. ગાંગુલીએ એક કાર્યક્રમમાં કહ્યું કે, “ધોની હંમેશા નહીં રમે. દિનેશ કાર્તિક પણ હંમેશા નહીં રમે. ઋષભ આગામી શાનદાર વિકેટકીપર છે. નિશ્ચિત રીતે ઋષભ ભવિષ્ય છે.”
તેમણે કહ્યું કે, “તેની પાસે 15-16 વર્ષ છે. મને નથી લાગતુ કે આ મોટો ફટકો છે. મને નથી લાગતુ કે આ એક સમસ્યા છે. તે ભલે વિશ્વ કપમાં નહીં રમે, પરંતુ તે ઘણા વિશ્વ કપ રમશે. તેના માટે બધુ સમાપ્ત નથી થયું.” જો કે તેઓ માને છે કે 30 મેનાં રોજથી શરૂ થઇ રહેલા વિશ્વ કપ માટે બિલકુલ સંતુલિત ટીમ છે. ગાંગુલીએ કહ્યું કે, “જો હું પસંદગીકર્તા હોત તો કદાચ ઋષભ પંતને પસંદ કર્યો હોત, પરંતુ મને લાગે છે કે દિનેશ કાર્તિક પણ ઘણો સારો ખેલાડી છે. મને લાગે છે કે આ સારી ટીમ છે. મને લાગે છે કે ઘણા ખેલાડીઓને નજરઅંદાજ કરવામાં આવ્યા. ઋષભનું હોવું સારું હોત, પરંતુ આવું જ ચાલે છે.”
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post વર્લ્ડ કપ: ગાંગુલીએ કહ્યું, “ધોની હંમેશા નહીં રમે, હું પસંદગીકર્તા હોત તો પંતને ટીમમાં લીધો હોત” appeared first on Sandesh.
from Sports – Sandesh http://sandesh.com/saurav-ganguly-said-he-might-picked-up-rishabh-pant-for-cwc-2019/
via Best Gujarati News
0 Comments