કિંગ્સ ઇલેવન પંજાબનાં કેપ્ટન રવિચંદ્રન અશ્વિને બાઉન્ડ્રી પર તેનો કેચ પકડ્યા બાદ રોયલ ચેલેન્જર્સ બેંગલોરનાં કેપ્ટન વિરાટ કોહલીએ આપેલી પ્રતિક્રિયાનો જવાબ આપ્યો છે. અશ્વિને વિરાટ કોહલીની પ્રતિક્રિયાને વધારે મહત્વ ના આપતા કહ્યું કે બંને ઝનૂન સાથે આવી પ્રતિક્રિયા આપે છે. પંજાબને અંતિમ ઑવરમાં 27 રનની જરૂર હતી. અશ્વિને પહેલા બૉલ પર છગ્ગો ફટકાર્યો હતો, પરંતુ ત્યારબાદનાં બૉલ પર લૉન્ગ ઑન પર કોહલીએ તેનો કેચ ઝડપી પાડ્યો હતો. કોહલીએ કેચ બાદ પોતાની રીતે ઉજવણી કરી હતી.

અશ્વિને કહ્યું કે, “હું ઝનૂન સાથે રમી રહ્યો હતો અને તે પણ. આટલી જ વાત છે.” તેણે કહ્યું કે, “તેમણે છેલ્લી 3 ઑવરમાં 60 રનથી વધારે રન બનાવ્યા જે નહોતા બનાવવા જોઇતા. અમે એ સ્થિતિમાં ફિનિશ ના કરી શક્યા, જ્યારે આવા સમયે સીનિયર ખેલાડીઓ પાસેથી આની અપેક્ષા કરવામાં આવે છે.” અશ્વિને કહ્યું કે, “અમે મુશ્કેલ પરિસ્થિતિઓ માંથી નીકળીને જીત્યા છીએ અને જ્યારે સ્થિતિનો સામનો ના કરી શક્યા તો હારી ગયા. અમારા માટે દરેક મેચ મહત્વની છે.” તેણે કહ્યું કે, “વચ્ચેની ઑવર્સમાં પંજાબની સ્થિતિ નબળી પડી હતી, પરંતુ નિકોલસ પૂરન અને ડેવિડ મિલરે તેમને મેચમાં પરત લાવ્યા.”

અશ્વિને કહ્યું કે, “જ્યારે તમે 200 રનનાં લક્ષ્યનો પીછો કરી રહ્યો હોય તો એક બેટ્સમેને 70-80 રન બનાવવા જોઇએ. અમે
આવું કરી શક્યા નહીં. 10 ઑવરમાં અમારા 105 રન હતા, પરંતુ વચ્ચેની ઑવર્સમાં અમે લય ખોઈ દીધી હતી. નિકોલસ પૂરને સારી બેટિંગ કરી અને અમને મેચમાં પરત લાવ્યો. આ નિરાશાજનક રહ્યું કે અમે જીતી શક્યા નહીં.” અશ્વિને કહ્યું કે, “એબી ડીવિલિયર્સ પર અંકુશ લગાવવો જરૂરી હતો જેણે અંતિમ ઑવર્સમાં ધુંઆધાર બેટિંગ કરી. તે એવો ખેલાડી છે જે એ ઑવર્સમાં મેચનો નકશો બદલી શકે છે. તેની પર અંકુશ લગાવવો જરૂરી હતો. અમે અંતિમ 2-3 ઑવર્સમાં આવું કરી શક્યા નહોતા.”

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post કેચ પકડ્યા બાદ કોહલીએ કર્યું હતુ અજીબ સેલિબ્રેશન, હવે અશ્વિને તોડ્યું મૌન appeared first on Sandesh.



from Sports – Sandesh http://sandesh.com/ravichandran-ashwin-speaking-about-virats-celebration/
via Best Gujarati News

0 Comments