IPL-12માં સતત 6 મેચ હાર્યા બાદ જીતની હેટ્રિક લગાવનારી વિરાટ કોહલીની ટીમ બેંગલોર રૉયલ ચેલેન્જર્સને ગુરૂવારનાં રોજ વધુ એક ફટકો લાગ્યો છે. વિરાટ કોહલીની આ ટીમને જીતનાં રસ્તે લાવનાર ફાસ્ટ બૉલર ડેલ સ્ટેન ઇજાગ્રસ્ત થઈ ગયો છે. દક્ષિણ આફ્રિકાનો આ ફાસ્ટ બૉલર બુધવારનાં રોજ ઇજાગ્રસ્ત હોવાના કારણે પંજાબ સામે મેદાને ઉતર્યો નહોતો. પહેલા માનવામાં આવતુ હતુ કે ઈજા વધારે ગંભીર નથી, પરંતુ ગુરૂવારનાં તપાસમાં સામે આવ્યું કે તેના ખભા પર ગંભીર ઈજા થઇ છે અને તે આઇપીએલની બાકીની મેચો નહીં રમી શકે.

35 વર્ષનાં ડેલ સ્ટેનને બેંગલોરે ઇજાગ્રસ્ત નાથન કુલ્ટર નાઇલની જગ્યાએ ટીમમાં સામેલ કર્યો હતો. ડેલ સ્ટેન જ્યારે બેંગલોર સાથે જોડાયો ત્યારે આ ટીમ એક જીત અને સાત હાર સાથે પોઇન્ટ ટેબલમાં સૌથી નીચે હતી. ડેલ સ્ટેનનાં આવતા જ આ ટીમ જીતવા માંડી છે. સ્ટેને વિરાટ કોહલીની ટીમ માટે 2 મેચ રમી છે અને આ બંનેમાં તેનો વિજય થયો છે. ડેલ સ્ટેને આ બંને મેચોમાં 2-2 વિકેટ લીધી છે. આઈપીએલની ટીમ બેંગલોરનાં ચેરમેન સંજીવ ચુરીવાલાએ એક નિવેદનમાં કહ્યું કે, “ડેલ સ્ટેનને ખભાની ઈજા છે. તેને આરામની જરૂર છે. તેના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખતા તે આઈપીએલની બાકીની મેચોમાં નહીં રમી શકે. તે ટીમમાં જે પ્રકારનું ઝનૂન લઇને રમવા આવ્યા તે માટે અમે તેમના આભારી છીએ. ટીમને તેમની ઉણપ પડશે. અમે તેઓ જલ્દી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના કરીએ છીએ.”

ઝડપી બોલર ડેલ સ્ટેનને દક્ષિણ આફ્રિકાની વર્લ્ડ કપની 15 સભ્યોની ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. આ કારણે તે પોતાની ઈજામાંથી જલ્દી સ્વસ્થ થાય તે જરૂરી છે. 30મેનાં દક્ષિણ આફ્રિકા ઇંગ્લેન્ડ સામે વર્લ્ડ કપમાં પોતાની પહેલી મેચ રમશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post IPL 12: બેંગલોરને સૌથી મોટો ફટકો, જેના આવવાથી જીતી ટીમ એ ફાસ્ટ બૉલર ટીમમાંથી બહાર appeared first on Sandesh.



from Sports – Sandesh http://sandesh.com/dale-steyn-ruled-out-of-ipl-because-of-injury/
via Best Gujarati News

0 Comments