કેચ પકડ્યા બાદ કોહલીએ કર્યો અશોભનીય ઇશારો, ગુસ્સામાં અશ્વિને પણ આપ્યું રીએક્શન
IPLની સીઝન-12નો 42મો મુકાબલો કિંગ્સ ઇલેવન પંજાબ અને રૉયલ ચેલેન્જર્સ બેંગલોર વચ્ચે રમાયો હતો. આ મેચમાં આરસીબીએ પહેલા બેટિંગ કરતા 20 ઑવરમાં 4 વિકેટે 202 રન બનાવ્યા હતા. લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી પંજાબની ટીમ 20 ઑવરમાં 4 વિકેટ ગુમાવીને 185 રન જ બનાવી શકી હતી. આરસીબીએ આ મેચ 17 રનોથી જીતી લીધી હતી. આરસીબીનો કેપ્ટન વિરાટ કોહલી મેદાન પર પોતાની આક્રમકતા માટે જાણીતો છે. મેચની અંતિમ ઑવરમાં કંઇક એવું થયું કે પંજાબનાં કેપ્ટન રવિચંદ્રન અશ્વિને પોતાના ગ્લવ્સ ફેંકી દીધા હતા.
202 રનનો પીછો કરવા ઉતરેલી પંજાબની ટીમને અંતિમ ઑવરમાં 27 રનની જરૂર હતી. ક્રીઝ પર આર અશ્વિન હતો અને ઉમેશ યાદવ બોલિંગ કરી રહ્યો હતો. આ દરમિયન ઉમેશ યાદવની બૉલિંગમાં તેણે સિક્સર ફટકારી અને ટીમનું મનોબળ વધ્યું. આ સિક્સ બાદ પંજાબને 5 બૉલ પર 21 રનની જરૂર હતી. આર અશ્વિને ફરી એકવાર મોટો શૉટ રમ્યો, પરંતુ આ વખતે બૉલ બાઉન્ડ્રીની બહાર ના જતા વિરાટ કોહલીનાં હાથમાં પડ્યો અને અશ્વિનની વિકેટ ગઈ. આ દરમિયાન વિરાટ કોહલી કેચ પકડ્યા બાદ આર અશ્વિન તરફ ઇશારો કરવા લાગ્યો હતો. કોહલીનાં ઇશારા બાદ અશ્વિને પેવેલિયનમાં પહોંચતા જ ગ્લવ્સ ફેંક્યા હતા.
M42: RCB vs KXIP – Ravichandran Ashwin Wicket https://t.co/7oV9lO9udQ
— PRINCE SINGH (@PRINCE3758458) April 25, 2019
આ જીતીની હેટ્રિક સાથે આરસીબી પોઇન્ટ ટેબલ પર સાતમા નંબર પર આવી ગઇ છે. આરસીબી અત્યારે 7માં સ્થાને છે, જ્યારે કિંગ્સ ઇલેવન પંજાબ 10 અંક સાથે 5માં સ્થાને છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post કેચ પકડ્યા બાદ કોહલીએ કર્યો અશોભનીય ઇશારો, ગુસ્સામાં અશ્વિને પણ આપ્યું રીએક્શન appeared first on Sandesh.
from Sports – Sandesh http://sandesh.com/virat-kohli-gave-send-off-to-r-ashwin-that-makes-ahswin-angry/
via Best Gujarati News
0 Comments