રાજકોટ: પોલીસ કોન્સ્ટેબ્લ દ્વારા રસ્તા પર ઉઘાડી લૂંટ, ઉઘરાણી કરતો વીડિયો વાયરલ
રાજકોટ શહેરના આટકોટ રોડ પર આવેલા બાયપાસ સર્કલ નજીક જસદણ પોલીસ અને ટ્રાફિક વોર્ડન દ્વારા વાહનચાલકો પાસેથી ખુલ્લેઆમ હપ્તા વસુલ કરવામાં આવી રહ્યા છે. જેના કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો.
ત્યારે એક જાગૃત વાહનચાલકે જસદણ પોલીસના માણસો અને ટ્રાફિક વોર્ડન છકડો રિક્ષાના ચાલક પાસેથી ખુલ્લેઆમ હપ્તા વસુલ કરતો વીડિયો પોતાના મોબાઈલમાં કેદ કરી લીધો હતો. જે વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે.
સમગ્ર મામલે હાલ પોલીસ તંત્ર પણ દોડતુ થઈ ગયું છે. હપ્તો વસૂલતો વ્યક્તિ પૂર્વ ટ્રાફિક વોર્ડન હોવાનું જાણવા મળ્યું છે. સમગ્ર બનાવ મામલે જસદણ પોલીસ મથકના પીઆઈનો ટેલીફોનીક સંપર્ક કરતા તેઓએ પણ ફોન ઉપાડવાનું ટાળ્યું હતું. ત્યારે સવાલ એ થાય છે કે જો પ્રજાના રક્ષકો જ ભક્ષક બનશે તો આમ પ્રજાનું શું થશે? તેવા અનેક વેધક સવાલો જસદણના જાગૃત લોકોમાં ઉઠી રહ્યાં છે.
ત્યારે લોકની માંગ છે કે ખુલ્લેઆમ હપ્તા વસુલી કરનારા જવાબદાર પોલીસ કર્મીઓ અને ટ્રાફિક વોર્ડન સામે જીલ્લા પોલીસવડા દ્વારા કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post રાજકોટ: પોલીસ કોન્સ્ટેબ્લ દ્વારા રસ્તા પર ઉઘાડી લૂંટ, ઉઘરાણી કરતો વીડિયો વાયરલ appeared first on Sandesh.
from Gujarat – Sandesh http://sandesh.com/police-constable-reveal-raid-on-the-road-collecting-video-viral-in-rajkot/
via Best Gujarati News
0 Comments