। બેંગકોક ।

એશિયન બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ભારતના છ બોક્સર્સે ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે. અમિત પંઘાલ ૫૨ કિગ્રા અને કવિંદર બિસ્ત ૫૬ કિગ્રા, દીપકસિંહ ૪૯ કિગ્રા અને આશિષકુમાર ૬૪ કિગ્રા વજન વર્ગની ફાઇનલમાં પહોંચ્યા છે. મહિલા વિભાગમાં પૂજા રાની ૭૫ કિગ્રા અને સિમરનજિત કૌર ૬૪ કિગ્રા વજન વર્ગની ફાઇનલમાં પહોંચી ગયા છે. અમિત પંઘાલે સેમિફાઇનલમાં ચીનના હુ જિઆનગુઆને પરાજય આપ્યો હતો. કવિંદર બિસ્તે માંગોલિયાના એંખ-અમર ખાખુને ૩-૨થી પરાજય આપ્યો હતો. ભારતના અન્ય એક બોક્સર દીપકને સતત બીજો વોકઓવર મળ્યો હતો. કઝાખસ્તાનના તેમિરતાસ ઝુસુપોવ ઈજાને કારણે ખસી જતાં દીપક ફાઇનલમાં પહોંચી ગયો હતો. આશિષકુમારે ઈરાનના સેયેદશાહિન મૌસાવીને પરાજય આપ્યો હતો. મહિલા વિભાગમાં કઝાખસ્તાનની ફરીઝા શોલટેને અને સિમરનજિતે ઉઝબેકિસ્તાનની માફતુનાખોન મેલીવાને ૫-૦થી હાર આપી હતી.

અન્ય ભારતીયોમાં શિવા થાપાને ૬૦ ક્ગ્રિા વજન વર્ગમાં કઝાખસ્તાનના જાકીર સૈફુલિને પરાજય આપતાં બ્રોન્ઝ મેડલથી સંતોષ માનવો પડયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post ભારતના છ બોક્સર્સ એશિયન ચેમ્પિયનશિપની ફાઇનલમાં appeared first on Sandesh.



from Sports – Sandesh http://sandesh.com/india-six-boxers-asian-ch/
via Best Gujarati News

0 Comments