રાજસ્થાન ૩ વિકેટે જીત્યું, કાર્તિકની ઇનિંગ્સ એળે
કોલકાતા :
બોલર્સની શિસ્તબદ્ધ બોલિંગ બાદ બેટ્સમેનોએ નોંધાવેલા ઉપયોગી રનની મદદથી રાજસ્થાન રોયલ્સે અહીં રમાયેલી આઇપીએલની લીગ મેચમાં કોલકાતા નાઇટ રાઇડર્સને ચાર બોલ બાકી રાખીને ત્રણ વિકેટે પરાજય આપ્યો હતો. આઇપીએલમાં કોલકાતાનો આ સતત છઠ્ઠો પરાજય છે. કોલકાતાના છ વિકેટે ૧૭૫ રનના જવાબમાં રાજસ્થાને ૧૯.૨ ઓવરમાં સાત વિકેટે લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. રાજસ્થાનની ઇનિંગ્સમાં મુખ્ય યોગદાન પરાગના આક્રમક ૪૭ તથા આર્ચરના અણનમ ૨૭ રનનું રહ્યું હતું. કોલકાતા માટે લેગ સ્પિનર પીયૂષ ચાવલાએ ૨૦ રનમાં ત્રણ વિકેટ ઝડપી હતી. અગાઉ દિનેશ કાર્તિકના અણનમ ૯૭ રનની મદદથી કોલકાતાએ સંગીન સ્કોર નોંધાવ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post રાજસ્થાન ૩ વિકેટે જીત્યું, કાર્તિકની ઇનિંગ્સ એળે appeared first on Sandesh.
from Sports – Sandesh http://sandesh.com/rajasthan-3-wicket-win/
via Best Gujarati News
0 Comments