। વુહાન ।

ભારતની સ્ટાર શટલર સાઇના નેહવાલ તથા પીવી સિંધુએ એશિયન બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં પોતાના વિજયનો સિલસિલો જારી રાખીને વિમેન્સ સિંગલ્સની ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન મેળવી લીધું હતું. મેન્સ સિંગલ્સમાં પણ સમીર વર્માએ પોતાના અભિયાનને આગળ વધાર્યું હતું. લંડન ઓલિમ્પિક્સની બ્રોન્ઝ મેડાલિસ્ટ સાઇનાએ આસાન મુકાબલામાં કોરિયાની કિમ ગા યુનને ૨૧-૧૩, ૨૧-૧૩થી હરાવી હતી. આ મેચ માત્ર ૩૬ મિનિટમાં પૂરી થઇ ગઇ હતી. સાઇનાનો આગામી મુકાબલો જાપાનની અકાને યામાગુચી સામે થશે.

ચોથી ક્રમાંકિત પીવી સિંધુએ ૩૩ મિનિટમાં ઇન્ડોનેશિયાના ચોઇરુનિસાને ૨૧-૧૫, ૨૧-૧૯થી હરાવી હતી. તે હવે ચીનની બિનક્રમાંકિત કેઇ યાનયાન સામે ટકરાશે. મેન્સ સિંગલ્સમાં સમીર વર્માએ હોંગકોંગના એંગ કા લોંગ એન્ગસને ૨૧-૧૨, ૨૧-૧૯થી હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો.

મિક્સ ડબલ્સમાં ભારતના ઉત્કર્ષ અરોરા તથા કરિશ્મા વાડેકરની જોડી બીજા રાઉન્ડમાં ઇન્ડોનેશિયાના હફીઝ ફૈઝલ તથા ગ્લોરિયા ઇમાનુએલની જોડી સામે ૧૦-૨૧, ૧૫-૨૧થી હારી ગઇ હતી. વેંકટ ગૌરવ પ્રસાદ તથા જૂહી દેવાંગનની જોડીને બીજા રાઉન્ડમાં ચીનના યિલયુ વાંગ તથા ડોંગપિંગ હુઆંગની જોડીએ ૨૧-૧૦, ૨૧-૯થી પરાજય આપ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post સાઇના-સિંધુ અને સમીરનો સપાટો, ક્વાર્ટર ફાઇનલમાં appeared first on Sandesh.



from Sports – Sandesh http://sandesh.com/saina-sindhu-and-samirro-sap/
via Best Gujarati News

0 Comments