વિરાટ કોહલી માટે ’13’નો આંકડો બન્યો અનલકી, જાણો કેવી-રીતે
આઈપીએલની ૧૨મી સિઝનમાં બુધવાર સુધી ૪૨ મેચ એટલે કે ૭૫% મેચો પૂરી થઈ ચૂકી છે. ટૂર્નામેન્ટમાં ભાગ લઈ રહેલી આઠ ફ્રેન્ચાઇઝી ટીમોએ કુલ ૪૭૧ વિકેટો ગુમાવીને અત્યાર સુધી ૧૩,૮૪૬ રન બનાવ્યા છે. તેમાંથી ૬.૧૭% એટલે કે ૮૭૮ રન ઇનિંગ્સની ૧૯મી ઓવરમાં બન્યા છે.
બીજી તરફ સર્વાધિક ૫૧ વિકેટો એટલે કે ૧૦.૮૨% વિકેટ ઇનિંગ્સની ૧૮મી ઓવરમાં પડી છે. આમ ડેથ ઓવર્સમાં રનનો વરસાદ પણ થયો છે અને વિકેટો પણ પડી છે.
૧૩,૮૪૬માંથી ૫૮ ટકા રન બાઉન્ડ્રીથી નોંધાયા
ટૂર્નામેન્ટમાં સૌથી ઓછા રન પ્રથમ ઓવર એટલે કે પાવર પ્લેની પ્રથમ ઓવરમાં બન્યા છે. અત્યાર સુધી રમાયેલી ૪૨ મેચોમાં કુલ ૮૪ ઇનિંગ્સ રમાઈ છે. તેમાંથી પ્રત્યેક ઇનિંગ્સની પ્રથમ ઓવરમાં ૬.૦૬ની સરેરાશથી કુલ ૫૦૯ રન નોંધાય છે. બોલિંગ કરનાર ટીમ માટે ૨૦મી ઓવર સરેરાશ અત્યંત ખર્ચાળ સાબિત થઈ છે. અત્યાર સુધી નોંધાયેલા ૧૩,૮૪૬ રનમાંથી ૨૦મી ઓવરમાં ૧,૦૭૨ રન એટલે કે ૭.૭% રન બન્યા છે. જે કોઈ પણ ઓવરમાં નોંધાયેલા રનોની સરેરાશ સામે સૌથી વધારે છે.
કુલ ૭૬ અડધી સદી, વોર્નર મોખરાના સ્થાને
વર્તમાન સિઝનમાં અત્યાર સુધી ૭૬ અડધી સદી નોંધાઈ ચૂકી છે. તેમાંથી ૨૪ એટલે કે ૨૫% અડધી સદી ટોપ-૫ સ્કોરરના નામે છે. સનરાઇઝર્સ હૈદરાબાદના ડેવિડ વોર્નરે અત્યાર સુધીમાં ૫૭૪ રન બનાવ્યા છે અને તેમાં સાત અડધી સદીનો સમાવેશ થાય છે. બેંગ્લોરનો એબી ડીવિલિયર્સે પાંચ અડધી સદી વડે ૪૧૪ રન તથા લોકેશ રાહુલે ચાર અડધી સદી વડે ૪૪૧ રન નોંધાવ્યા છે.
ગેઇલની ૪૦ બાઉન્ડ્રી અને ૩૨ સિક્સર
બાઉન્ડ્રી દ્વારા સૌથી વધારે રન બનાવવાના મામલે કેરેબિયન ખેલાડી ક્રિસ ગેઇલનું નામ આવે છે. તેણે અત્યાર સુધીની ૧૦ મેચમાં ૪૪૪ રન બનાવ્યા છે. તેમાં તેણે બાઉન્ડ્રી વડે ૩૫૨ રન બનાવ્યા છે. તેણે કુલ ૪૦ બાઉન્ડ્રી તથા ૩૨ સિક્સર ફટકારી છે.
સર્વાધિક સિક્સર આન્દ્રે રસેલના નામે
IPLમાં કોલકાતા નાઇટ રાઇડર્સના બેટ્સમેન આન્દ્રે રસેલે સર્વાધિક સિક્સર ફટકારી છે. તેના નામે ૪૧ સિક્સર નોંધાયેલી છે. તેણે ૧૦ મેચમાં ૩૯૨ રન બનાવ્યા છે જેમાં ૨૩ બાઉન્ડ્રીનો પણ સમાવેશ થાય છે.
૫૩૯ સિક્સર અને ૧,૨૦૦ બાઉન્ડ્રી
બેટ્સમેનો કુલ ૮,૦૩૪ રન બાઉન્ડ્રી રેખા બહાર બોલ મોકલીને બનાવ્યા છે. તેમાંથી ૩,૨૩૪ રન સિક્સર દ્વારા તથા ૪,૮૦૦ રન બાઉન્ડ્રી દ્વારા નોંધાયા છે. અત્યાર સુધીની મેચોમાં કુલ ૫૩૯ સિક્સર તથા ૧,૨૦૦ બાઉન્ડ્રી ફટકારવામાં આવી છે. બોલર્સે ૩,૪૮૦ ડોટ બોલ પણ નાખ્યા છે.
રિદ્ધિમાન સાહા સૌથી અનલકી ખેલાડી
હૈદરાબાદનો વિકેટકીપર રિદ્ધિમાન સાહા આઈપીએલનો સૌથી અનલકી પ્લેયર છે. અત્યાર સુધીમાં સાત વખત ૧૩ના સ્કોરે આઉટ થયો છે. સાહાને હૈદરાબાદે ૨૦૧૯ની હરાજીમાં એક કરોડ ૨૦ લાખ રૂપિયામાં ખરીદ્યો હતો પરંતુ હજુ સુધી તે એક પણ મેચ રમ્યો નથી.
‘૧૩‘ના અનલકી આંકડામાં કોહલી ફસાયો
બેંગ્લોરનો સુકાની કોહલીનો અનલકી ૧૩નો આંકડો પીછો છોડી રહ્યો નથી. તે ચોથી વખત ૧૩ના સ્કોરે આઉટ થયો છે. ૧૩ના અનલકી આંકડા પર આઉટ થયેલા રૈના, ઉથપ્પા, અજિંક્ય રહાણે તથા નમન ઓઝાની ક્લબમાં કોહલી સામેલ થયો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post વિરાટ કોહલી માટે ’13’નો આંકડો બન્યો અનલકી, જાણો કેવી-રીતે appeared first on Sandesh.
from Sports – Sandesh http://sandesh.com/indian-cricket-captain-virat-kohli-became-the-13th-in-the-list-of-unlucky/
via Best Gujarati News
0 Comments