કાશીમાં મોદી VS પ્રિયંકા નહીં, કોંગ્રેસે સસ્પેન્સ પરથી ઉઠાવી દીધો પડદો
ઉત્તરપ્રદેશની વારાણસી સીટ પરથી પીએમ નરેન્દ્ર મોદીની વિરૂદ્ધ અજય રાય કોંગ્રેસના ઉમેદવાર હશે. તેની સાથે જ આ હાઇ પ્રોફાઇલ સીટ પરથી કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીને મેદાનમાં ઉતારવાની અટકળો ખત્મ થઇ ગઇ છે. આપને જણાવી દઇએ કે છેલ્લાં કેટલાંક સમયથી મોદીની વિરૂદ્ધ પ્રિયંકા ગાંધીને મેદાનમાં ઉતારવાની અટકળો ચાલતી હતી. ખુદ પ્રિયંકા પણ કેટલીય વખત કહી ચૂકયા હતા કે જો કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ઇચ્છશે તો તેઓ તૈયાર છે. રાહુલે પણ કહ્યું હતું કે આ મુદ્દા પર સસ્પેંસ જરૂરી છે. પરંતુ કોંગ્રેસ 2014ના ઉમેદવારને જ ફરીથી વારાણસી સીટ પરથી ઉભા કરીને તમામ અટકળો પર પૂર્ણ વિરામ મૂકી દીધું છે.
2014ની લોકસભા ચૂંટણીમાં વારાણસીથી પીએમ મોદીની વિરૂદ્ધ આમ આદમી પાર્ટીના ચીફ અરવિંદ કેજરીવાલ અને કોંગ્રેસના અજય રાય લડ્યા હતા. પીએમ મોદીએ કેજરીવાલને 371784 વોટોથી માત આપી હતી. પીએમ મોદીને 2014મા કુલ 5.81 લાખથી વધુ વોટ મળ્યા હતા. કેજરીવાલને 2.9 લાખ વોટ મળ્યા હતા જ્યારે રાયને અંદાજે 76000 વોટ મળ્યા હતા. આ વખતે સાથે મળીને ચૂંટણી લડી રહેલા બસપા અને સપાના ઉમેદવાર 2014ની ચૂંટણીમાં પોતાની ડિપોઝીટ પણ બચાવી શકયા નહોતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ટક્કરમાં વારાણસીથી આ વખતે મહાગઠબંધનને કોંગ્રેસના પૂર્વ સાંસદ અને રાજ્યસભાના પૂર્વ ઉપ સભાપતિ શ્યામલાલ યાદવની પૂત્રવધુ શાલિની યાદવને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. શાલિની યાદવે થોડાંક દિવસ પહેલાં જ પોતાના સહયોગીઓ સાથે સપામાં સામેલ થયા હતા. આપને જણાવી દઇએ કે શાલિની યાદવ પૂર્વમાં વારાણસીથી મેયરની ચૂંટણી લડી ચૂકયા છે.
વારાણસીમાં થશે, ત્રિકોણીય મુકાબલો
કોંગ્રેસના ઉમેદવારની જાહેરાત થતાંની સાથે જ આ સંસદીય ક્ષેત્રમાં ત્રિકોણીય મુકાબલો થવાનો નક્કી છે. પીએમ મોદીની સામે મહાગઠબંધનની ઉમેદવાર શાલિની યાદવ હશે જ્યારે કોંગ્રેસની તરફથી એક વખત ફરીથી અજય રાય તાલ ઠોકતા દેખાશે.
આ Video પણ જુઓ : વારાણસીથી અજય રાય કોંગ્રેસના ઉમેદવાર
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post કાશીમાં મોદી VS પ્રિયંકા નહીં, કોંગ્રેસે સસ્પેન્સ પરથી ઉઠાવી દીધો પડદો appeared first on Sandesh.
from India – Sandesh http://sandesh.com/loksabhaelection2019-no-priyanka-gandhi-vs-pm-modi-in-varanasi/
via Best Gujarati News
0 Comments