ક્રિકેટમાં બેટ્સમેન્સથી લઇને અમ્પાયર્સ સુધી દરેક સંપૂર્ણ સુરક્ષા સાથે મેદાનમાં ઉતરે છે, પરંતુ બોલર આજે પણ એજ રીતે બોલિંગ કરતો જોવા મળે છે જે રીતે પહેલા કરતો હતો. આવામાં એક-એક રન બચાવવાનો પ્રયત્ન કરતો બૉલર ક્યારે કઈ દુર્ઘટનાનો શિકાર બની જાય કહેવાય નહીં. આવુ જ કંઇક મંગળવાર રાત્રે ચેન્નઈ અને હૈદરાબાદ વચ્ચેની મેચમાં જોવા મળ્યું. પોતાના ઘરઆંગણે ચેન્નઈ હૈદરાબાદ સામે પહેલા બૉલિંગ કરી રહ્યું હતુ. પાંચમી ઑવર ઝડપી બૉલર દીપક ચહર લઇને આવ્યો.

ઑવરનાં ત્રીજા બૉલે મનીષ પાંડેએ એવો શૉટ માર્યો જે દીપક ચહરનાં માથાની નજીકથી જોરથી પસાર થયો. બૉલ દીપકનાં માથાની નજીકથી નીકળ્યો કે કૉમેન્ટેટરે આ શૉટને ‘કિલર શૉટ’ ગણાવ્યો. ટૂર્નામેન્ટમાં સતત ફ્લૉપ ચાલી રહેલા મનીષ પાંડેને પ્રમોટ કરવામાં આવ્યો. આ તકને બંને હાથેથી ઝડપતા તેણે 49 બૉલમાં 83 રન બનાવ્યા હતા. તેની આ અડધી સદીનાં સહારે હૈદરાબાદે ચેન્નઈને 175 રનનો લક્ષ્યાંક આપ્યો હતો, તેમ છતા હૈદરાબાદનો પરાજય થયો.

આ મેચમાં ચેન્નઈ તરફથી શેન વૉટસને શાનદાર બેટિંગ કરી. વૉટસને 96 રન બનાવ્યા. ઉલ્લેખનીય છે કે આ પહેલા 10 મેચમાં શેન વૉટ્સન અડધી સદી ફટકારી શક્યો નહોતો, પરંતુ આ મેચમાં 96 રન ફટકારીને તે ફૉર્મમાં પરત ફર્યો. ચેન્નઈ અત્યારે પોઇન્ટ ટેબલમાં ટૉપ પર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post Video: ક્રિકેટ મેદાન પર ટળી મોટી દુર્ઘટના, મનીષ પાંડેએ દીપક ચહરનો જીવ જોખમમાં મુક્યો appeared first on Sandesh.



from Sports – Sandesh http://sandesh.com/horrible-shot-of-manish-pandey/
via Best Gujarati News

0 Comments