RCBvsKXIP: બેંગલોરે લગાવી જીતની હેટ્રિક, પંજાબને 17 રને પછાડ્યું
બેંગલોરનાં એમ.ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાયેલી આઈપીએલની આજની મેચમાં બેંગલોર રૉયલ ચેલેન્જર્સે કિંગ્સ ઇલેવન પંજાબને 17 રને હરાવીને જીતની હેટ્રિક મારી છે. પંજાબે ટૉસ જીતીને પહેલા ફીલ્ડિંગ પસંદ કરી હતી. પહેલા બેટિંગમાં આવેલા બેંગલોરે ડીવિલિયર્સનાં અણનમ 82, સ્ટોઇનિસનાં અણનમ 46 અને પાર્થિવ પટેલનાં 43 રનની મદદથી 20 ઑવરમાં 4 વિકેટે 202 રન બનાવ્યા હતા.
203 રનનાં ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલા પંજાબે સારી શરૂઆત કરી હતી. એક સમયે પંજાબનો સ્કોર 2 વિકેટે 9 ઑવરમાં 101 રન હતો અને તેની જીત સંભવ લાગી રહી હતી. જો કે ત્યારબાદ બેંગલોરે મેચમાં વળતો પ્રહાર કર્યો હતો અને 20 ઑવરમાં પંજાબને 7 વિકેટે 185 રન પર જ અટકાવી દીધું હતુ.
બેંગલોર તરફથી ઉમેશ યાદવે 3, નવદીપ સૈનીએ 2 અને સ્ટોઇનિસ તેમજ મોઇન અલીએ 1-1 વિકેટ ઝડપી હતી.
.@RCBTweets hold their nerve in the death overs to defeat KXIP by 17 runs here in Bengaluru
#RCBvKXIP pic.twitter.com/X1FkbMCJbJ
— IndianPremierLeague (@IPL) April 24, 2019
પંજાબ
- વિલ્જોએનને ઉમેશ યાદવે કર્યો આઉટ.
- રવિચંદ્રન અશ્વિન 6 રન મારીને ઉમેશ યાદવની ઑવરમાં આઉટ.
- નિકોલસ પુરન 27 રન બનાવીને આઉટ. નવદીપ સૈનીએ લીધી વિકેટ.
- નવદીપ સૈનીએ ડેવિડ મિલરને 24 રને આઉટ કર્યો.
- મોઇન અલીએ કેએલ રાહુલને 42 રન આઉટ કર્યો.
- મયંક અગ્રવાલ 35 રન બનાવીને સ્ટોઇનિસની બૉલિંગમાં આઉટ.
- ક્રિસ ગેલ 23 રન બનાવીને ઉમેશ યાદવની ઑવરમાં આઉટ.
બેંગલોર
- બેંગલોરે 20 ઑવરમાં 4 વિકેટે 202 રન બનાવ્યા છે. ડીવિલિયર્સે 44 બૉલમાં 3 ચોગ્ગા અને 7 છગ્ગાની મદદથી અણનમ 82 અને સ્ટોઇનિસે 34 બૉલમાં 2 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી અણનમ 46 રન બનાવ્યા છે.
- ડીવિલિયર્સનાં પચાસ રન પુરા.
- અક્શદીપ નાથ 3 રન બનાવીને આઉટ. વિલ્જોએને લીધી વિકેટ.
- રવિચંદ્રન અશ્વિને મોઇન અલીને 4 રને બૉલ્ડ કર્યો.
- મુરુગન અશ્વિને પાર્થિવ પટેલને 43 રને આઉટ કર્યો.
- મોહમ્મદ શમીની ઑવરમાં વિરાટ કોહલી આઉટ. તેણે 8 બૉલમાં 13 રન બનાવ્યા.
- પંજાબે ટૉસ જીતીને ફીલ્ડિંગ પસંદ કરી છે.
ગત મેચમાં વિરાટ કોહલીની આગેવાનીમાં બેંગલોરે ચેન્નઈ સામે એક રને રોમાંચક જીત અપાવી હતી. ચેન્નઈનાં કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ અંતિમ ઑવરમાં તાબડતોડ બેટિંગ કરી છતા બેંગલોરે એક રને જીત મેળવી હતી. બેંગલોર પંજાબ સામે પણ જીતની લય જાળવી રાખવા ઇચ્છશે.
બેંગલોરની ટીમ શરૂઆતની 8 મેચોમાંથી 7 મેચ હારી ગઈ હતી, પરંતુ ત્યારબાદ તેણે લય પકડી અને સતત 2 મેચ જીતી છે. બેંગલોરની ટીમ અત્યારે 10 મેચોમાં 3 જીત અને 6 અંક સાથે પોઇન્ટ ટેબલમાં સૌથી નીચે છે, પરંતુ જો તે પોતાની બાકીની ચારેય મેચ જીતે છે તો અંતિમ 4ની રેસમાં આવી શકે છે. જો કે આવું ત્યારે થશે જ્યારે 3થી વધારે ટીમ લીગમાં 8 મેચથી વધારે ના જીતે. આવું થવા પર ચોથી ટીમનો નિર્ણય રનરેટનાં આધારે થશે.
બેંગલોર માટે વિરાટ, ડીવિલિયર્સ અને મોઈન અલીએ એકવાર ફરી શાનદાર પ્રદર્શન કરવું પડશે. બોલિંગમાં ડેલ સ્ટેન ટીમ સાથે જોડાતા બોલિંગ આક્રમણ મજબૂત બન્યું છે. પંજાબની ટીમમાંથી લોકેશ રાહુલ, ક્રિસ ગેલ શાનદાર ફૉર્મમાં છે.
ટીમ:
પંજાબ: લોકેશ રાહુલ, ક્રિસ ગેલ, મયંક અગ્રવાલ, ડેવિડ મિલર, મનદીપ સિંહ, નિકોલસ પુરન, રવિચંદ્રન અશ્વિન, હાર્ડસ વિલ્જોએન, મુરુગન અશ્વિન, અંકિત રાજપુત મોહમ્મદ શમી
બેંગલોર: પાર્થિવ પટેલ, વિરાટ કોહલી, એબી ડીવિલિયર્સ, માર્કસ સ્ટોઇનિસ, અક્શદીપ નાથ, મોઇન અલી, વૉશિંગટન સુંદર, ટિમ સાઉથી, નવદીપ સાઇની, ઉમેશ યાદવ, યુઝવેન્દ્ર ચહલ
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post RCBvsKXIP: બેંગલોરે લગાવી જીતની હેટ્રિક, પંજાબને 17 રને પછાડ્યું appeared first on Sandesh.
from Sports – Sandesh http://sandesh.com/live-updates-of-kxip-and-rcbs-match/
via Best Gujarati News

0 Comments