સચિન તેંડુલકર ક્રિકેટની દુનિયાનું સૌથી મોટુ નામ. સંન્યાસ લીધા પહેલા આ ખેલાડીએ લગભગ બધા રેકૉર્ડ પોતાના નામે કર્યા. ઘણો જ શાંત અને સૌમ્ય અને સરળ છબિવાળો આ ક્રિકેટર આજે પોતાનો 45મો જન્મદિવસ મનાવી રહ્યો છે. એ તો સૌને ખબર હશે કે 24 એપ્રિલ 1973નાં જન્મેલા સચિને ખુદ 5 વર્ષ મોટી અંજલિ સાથે લગ્ન કર્યા હતા. જો કે એક સમયે સચિન તેંડુલકરનાં અફેરના પણ સમાચારો હતા.

90નાં દશકમાં દેશનાં મોસ્ટ એલિજીબલ બેચલર્સમાંથી એક સચિનનાં લગ્નનાં કિસ્સા દરેક મેગેઝિનની કવર સ્ટોરી હતા. વિવાદોથી દૂર રહેનારા સચિનનું પહેલીવાર નામ એક્ટ્રેસ શિલ્પા શિરોડકરની સાથે જોડાયુ હતુ. ચર્ચા તો ત્યાં સુધી હતી કે મહારાષ્ટ્રીયન પરિવારમાંથી હોવાના કારણે બંને લગ્ન પણ કરવાના હતા. જો કે બાદમાં સચિને ખુદ આ વાતને અફવા ગણાવી હતી. જો કે બાદમાં સચિને 25 મે 1995નાં અંજલિ સાથે લગ્ન કર્યા. ઘણા જ ખાનગી સમારોહમાં થોડાક લોકોની ઉપસ્થિતિમાં બંને લગ્નજીવનમાં બંધાયા. બંને દીકરી સારા અને અર્જુન સાથે ખુશીથી જિંદગી વિતાવી રહ્યા છે.

90નાં દશકમાં સચિન ટીમ ઇન્ડિયા માટે ‘રન મશીન’ બની ગયો હતો. સચિને 24 મે 1995નાં ફક્ત22 વર્ષની ઉંમરમાં પોતાનાથી 6 વર્ષ મોટી બાળરોગની નિષ્ણાંત ડૉક્ટર અંજલિ સાથે લગ્ન કરી લીધા. બંનેની પહેલી મુલાકાત લગ્નનાં 5 વર્ષ પહેલા થઇ હતી. 1990માં મુંબઈ એરપોર્ટ પર જ્યારે સચિન ઇંગ્લેન્ડનો પ્રવાસ કરીને સ્વદેશ આવી રહ્યો હતો ત્યારે અંજલિ પણ ત્યાં હતી અને ત્યાં બંનેની મુલાકાત થઇ હતી. જ્યારે અંજલિએ પહેલીવાર સચિનને જોયો તો તે તેને ઘણો જ ક્યૂટ લાગ્યો હતો. ત્યારબાદ તે ઑટોગ્રાફ માટે સચિન પાસે ગઈ.

સચિનને મળવા માટે અંજલિ ખોટી પત્રકાર બનીને તેના ઘરે ગઈ હતી. બંનેએ પાંચ વર્ષ એકબીજાને ડેટ કરી, પરંતુ કોઈને પણ તેની ખબર પડી નહીં. બંનેએ પોતાના સંબંધનો ખુલાસો 1994માં કર્યો જ્યારે બંનેએ ન્યૂઝીલેન્ડમાં સગાઈ કરી. તમને જાણીને આશ્ચર્ય થશે કે લગ્ન પહેલા બંનેએ સાથે ફિલ્મ પણ નહોતી જોઇ. લગ્ન બાદ તેમણે પહેલી ફિલ્મ ‘રોઝા’ જોઇ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post આ અભિનેત્રી સાથે હતી સચિનનાં અફેરની ચર્ચાઓ, પરંતુ લગ્ન કર્યા 5 વર્ષ મોટી છોકરી સાથે appeared first on Sandesh.



from Sports – Sandesh http://sandesh.com/when-there-were-rumors-about-sachins-affair-with-shilpa-shirodkar/
via Best Gujarati News

0 Comments