વિરાટ કોહલીની ટીમ બેંગલોર રોયલ ચેલેન્જર્સનું ચાલી રહેલી આઇપીએલની સીઝનમાં સૌથી ખરાબ પ્રદર્શન રહ્યું છે. બેંગલોરની ટીમ શરૂઆતની 8 મેચોમાંથી 7 મેચ હારી ગઈ હતી, પરંતુ ત્યારબાદ તેણે લય પકડી અને સતત 2 મેચ જીતી છે. હવે જ્યારે બેંગલોરની ટીમ જીતી રહી છે અને તેણે દરેક મેચ જીતવી જ પડે તેવી સ્થિતિ છે તેવામાં ટીમનો શાનદાર ઑલરાઉ્ડર મોઈન અલી સ્વદેશ પરત ફરવાની તૈયારીમાં છે. તેણે વિશ્વ કપની તૈયારી માટે ઇંગ્લેન્ડની ટીમ સાથે જોડાવવાનું છે.

વિશ્વ કપ તો અત્યારે દૂર છે, પરંતુ એટલું નક્કી છે કે મોઈન અલી ટીમમાં નહીં રમે તો બેંગલોરનાં પ્રદર્શન પર અસર પડશે. આ વર્ષે 30 મેથી ઇંગ્લેન્ડમાં વિશ્વ કપ શરૂ થઈ રહ્યો છે. બેંગલોરની ટીમે બુધવાર 24 એપ્રિલનાં પંજાબની ટીમ સામે ટકરાવાનું છે. બેંગલોરની ટીમ અત્યારે 10 મેચોમાં 3 જીત અને 6 અંક સાથે પોઇન્ટ ટેબલમાં સૌથી નીચે છે, પરંતુ જો તે પોતાની બાકીની ચારેય મેચ જીતે છે તો અંતિમ 4ની રેસમાં આવી શકે છે. જો કે આવું ત્યારે થશે જ્યારે 3થી વધારે ટીમ લીગમાં 8 મેચથી વધારે ના જીતે. આવું થવા પર ચોથી ટીમનો નિર્ણય રનરેટનાં આધારે થશે.

મોઈન અલીએ પંજાબ સામેની મેચનાં એક દિવસ પહેલા મંગળવારનાં કહ્યું કે, “આઈપીએલની મધ્યમાં પાછું જવું શરમજનક છે. ખાસ કરીને ત્યારે જ્યારે ટીમ જો બધી જ મેચો જીતે તો પ્લે ઑફમાં પ્રવેશવાની તેને તક છે. આ આદર્શ સ્થિતિ નથી. મને લાગે છે કે સ્થિતિ ત્યારે વધારે ખરાબ થઈ જાય છે જ્યારે ફક્ત 3 મેચ બચી હોય. જો 6 કે 7 મેચ બચી હોય તો સમજી શકાય છે.”

ઇંગ્લેન્ડનાં ઑલરાઉન્ડરે કહ્યું કે, “અને એ ખબર છે કે જો અમે બધી મેચ જીતીશું તો આગળ વધવાની તક છે. પછી તમે જો ટૉપ-4માં જગ્યા બનાવવાથી ચુકી જાઓ તો નિરાશા થશે. નિશ્ચિત રીતે હું મેચો પર નજર રાખીશ અને જોઇશ કે કેવું પ્રદર્શન કરે છે. આશા કરું છું કે તેઓ દરેક મેચ જીતે.” 31 વર્ષનાં મોઈન અલીએ IPLની હાલની ચાલી રહેલી સીઝનમાં 10 મેચોમાં 216 રન બનાવ્યા છે અને 5 વિકેટ ઝડપી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post કોહલીની ટીમને મોટો ફટકો, દરેક મેચ જીતવાની છે તે સમયે જ આ ધાકડ ખેલાડીએ છોડ્યો સાથ appeared first on Sandesh.



from Sports – Sandesh http://sandesh.com/moeen-ali-will-join-england-team-for-cwc2019/
via Best Gujarati News

0 Comments