મંગળવારનાં ચેન્નઈ અને હૈદરાબાદ વચ્ચેની મેચમાં મહેન્દ્ર સિંહ ધોનીની ટીમે 6 વિકેટે શાનદાર વિજય મેળવ્યો અને પ્લેઑફમાં પ્રવેશ કર્યો છે. આ જીત સાથે ફરી ચેન્નઈ પૉઇન્ટ ટેબલમાં પહેલા નંબરે પહોંચી ગયું છે. આ વખતે ટીમને જીત અપાવવામાં ઑપનર શેન વૉટસને મહત્વની ભૂમિકા નીભાવી. ઇન્ડિયન પ્રીમિયર લીગની 12મી સીઝનમાં મંગળવારનાં સનરાઇઝર્સ હૈદરાબાદને હરાવીને પ્લેઑફમાં ચેન્નઈએ જગ્યા મેળવી છે. શેન વૉટસને ટીમ માટે 96 રનની મહત્વની ઇનિંગ રમી હતી.

મેચ બાદ શેન વૉટસનની ધોનીએ પ્રશંસા કરી હતી. ધોનીએ કહ્યું કે, “તે એક શાનદાર બેટ્સમેન છે અને તે સતત નેટ પ્રેક્ટિસ કરી રહ્યો હતો. સંપૂર્ણ ટીમને તેની પર ભરોસો હતો કે તે જલ્દી લયમાં આવશે. તે એક મહાન ખેલાડી છે અને તેણે ટીમને જીત અપાવવામાં મહત્વની ભૂમિકા નીભાવી છે. વૉટસન અમારા માટે એક મેચ વિનર ખેલાડી છે. અત્યાર સુધી તે પોતાની બેટિંગમાં સંઘર્ષ કરી રહ્યો હતો, પરંતુ તેણે યોગ્ય સમયે પોતાના ફૉર્મને પરત લાવ્યું. ટીમ મેનેજમેન્ટે પહેલાથી જ વિચાર્યું હતુ કે તેને વધારેમાં વધારે તકો આપવામાં આવે જેનાથી તેનામાં કૉન્ફિડન્સ આવે.”

ધોનીએ કહ્યું કે, “અમારી બૉલિંગ યોગ્ય છે અને હું આશા રાખુ છું કે અમારી બેટિંગ પણ ઠીક થઇ જશે તો આગળની મેચો માટે રસ્તો સરળ બની જશે. આ સંપૂર્ણ ટીમની જીત છે. આ ટીમ માટે સારું છે કે દરેક મેચમાં એક નવો મેચ વિનર સામે આવી રહ્યો છે.” એક પ્રશ્નનાં જવાબમાં ધોનીએ કહ્યું કે, “મે ટીમની સફળતાનું રહસ્ય ખોલી દીધું તો કોઈપણ મને ઑક્શનમાં નહીં ખરીદે અને કોઈ ફ્રેન્ચાઇઝી મહત્વ નહીં આપે. આ સીક્રેટ વાત છે.”

ધોનીએ કહ્યું કે, “ટીમની જીતમાં લોકોનું અને ફ્રેંચાઇઝીનું મહત્વનું યોગદાન છે. સપોર્ટ સ્ટાફ પણ જીતમાં પોતાનું યોગદાન આપે છે. ટીમની જીતમાં નાના નાના વ્યક્તિઓનું પણ મહત્વનું યોગદાન હોય છે.” ધોનીએ કહ્યું કે, “આનાથી વધારે ખુલાસાઓ હું રિટાયર થઉં ત્યાં સુધી નહીં કરી શકું.”

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post જો આ એક વાત ધોની કરી દે જાહેર તો IPLમાં કોઈપણ ટીમ તેને નહીં ખરીદે appeared first on Sandesh.



from Sports – Sandesh http://sandesh.com/ms-dhoni-speaking-about-teams-secret-of-winning/
via Best Gujarati News

0 Comments