વર્લ્ડ કપ પહેલા જ ભારતીય ટીમ માટે માઠા સમચાર, આ સમસ્યાનો સામનો કરી રહ્યો છે ધોની
લાંબા સમયથી કમરનાં દુ:ખાવાની સમસ્યાનો સામનો કરી રહેલા મહેન્દ્રસિંહ ધોનીએ કહ્યું કે, વિશ્વ કપને ધ્યાનમાં રાખીને તેણે કાળજી રાખવી જરૂરી છે. ચેન્નાઈ સુપર કિંગ્સનાં કેપ્ટને કહ્યું કે કમર જકડાઈ ગઈ છે, પરંતુ પહેલાથી સારું છે. મહેન્દ્રસિંહ ધોનીએ સનરાઈઝર્સ હૈદરાબાદ સામે 6 વિકેટે જીત મેળવ્યા બાદ કહ્યું કે, “કમરની સ્થિતિ પહેલાથી સારી છે, પરંતુ વિશ્વ કપને જોતા કોઈપણ જોખમ ના લઇ શકું. તે ઘણું મહત્વનું છે.”
ધોનીએ કહ્યું કે, “ટૉચનાં સ્તરે દરેક ખેલાડી કોઈને કોઈ ફિટનેસ સમસ્યાનો સામનો કરી રહ્યો છે. આ સ્તર પર આવી સમસ્યાઓ આવતી રહે છે. તમે સંપૂર્ણ રીતે ફિટ થવાની રાહ જોશો તો 2 મેચોની વચ્ચે પાંચ વર્ષનું અંતર આવી જશે.” ઑપનિંગ બેટ્સમેન શેન વૉટ્સન સદી ચુકી ગયો હતો, પરંતુ તેની તોફાની બેટિંગનાં સહારે ચેન્નઈ સુપર કિંગ્સે સનરાઈઝર્સ હૈદરાબાદ સામે વિજય મેળવ્યો હતો. આ સાથે જ ચેન્નઈ ફરી પોઈન્ટ ટેબલ પર પ્રથમ ક્રમે આવી ગયું છે.
11માંથી 8 મેચ જીતીને ચેન્નઈની ટીમ પ્લેઑફમાં પ્રવેશી ગઇ છે. તો બીજી તરફ હૈદરાબાદની ટીમ 10 મેચોમાં પાંચ જીત અને 10 અંક સાથે ચોથા સ્થાને છે. વૉટસને 53 બૉલમાં 9 ચોગ્ગા અને 6 છગ્ગાની મદદથી 96 રન બનાવ્યા હતા, જેનાથી ચેન્નઈ સુપર કિંગ્સે 176 રનનાં લક્ષ્યનો પીછો કરતા મંગળવારનાં 19.5 ઑવરમાં 4 વિકેટે આ લક્ષ્ય પાર પાડ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post વર્લ્ડ કપ પહેલા જ ભારતીય ટીમ માટે માઠા સમચાર, આ સમસ્યાનો સામનો કરી રહ્યો છે ધોની appeared first on Sandesh.
from Sports – Sandesh http://sandesh.com/ms-dhoni-facing-back-pain-issue/
via Best Gujarati News
0 Comments