શ્રીલંકા બૉમ્બ બ્લાસ્ટમાં માંડ માંડ બચ્યો આ ક્રિકેટર, દાદી અને માને થઈ ગંભીર ઈજા
ક્રિકેટર દાસુન શનાકા એ ભાગ્યશાળી લોકોમાંથી એક છે જે શ્રીલંકામાં થયેલા બૉમ્બ બ્લાસ્ટમાં માંડ માંડ બચ્યો છે, પરંતુ તે અત્યારે પણ આ ઘટનામાંથી બહાર આવી શક્યો નથી. શનાકાએ મંગળવારનાં રોજ કહ્યું કે તેને બહાર નીકળવામાં હજુ પણ ડર લાગી રહ્યો છે. ઈસ્ટરનાં અવસર પર 3 ચર્ચ અને 3 ફાઇવ સ્ટાર હોટલ્સમાં થયેલા શ્રેણીબદ્ધ બૉમ્બ ધડાકામાં 310 લોકો માર્યા ગયા છે, જ્યારે 500થી વધારે લોકો ઘાયલ થયા છે. મૃતકોમાં 10 ભારતીય છે.
27 વર્ષનાં દાસુન શનાકાએ જણાવ્યું કે, “એક દિવસ પહેલા જ લાંબી યાત્રાથી પરત ફર્યો હતો. આ માટે તે પોતાના વતન નેગોમ્બો સ્થિત સેંટ સેબાસ્ટિયન ચર્ચમાં પ્રાર્થના માટે નહોતો જઈ શક્યો. સેંટ સેબાસ્ટિયન ચર્ચ એ જગ્યાઓમાં સામેલ છે જ્યાં બૉમ્બ ધડાકાઓ કરવામાં આવ્યા હતા. આ બૉમ્બ બ્લાસ્ટમાં શનાકાની દાદી અને માને પણ ઇજા થઈ છે. દાસુન શનાકાએ કહ્યું કે, “હું સામાન્ય રીતે આવા અવસર પર ચર્ચમાં જઉ છું, પરંતુ તે દિવસે ઘણો થાકી ગયો હતો. હું તે સવારે મારા ઘરે હતો. મે ધમાકાઓનો અવાજ સાંભળ્યો અને લોકો કહી રહ્યા હતા કે બૉમ્બ ધડાકા થયા છે. હું ઝડપથી ચર્ચ તરફ ભાગ્યો અને હું તે દ્રશ્યને ક્યારેય નહીં ભૂલી શકું.” શ્રીલંકામાં ગૃહ યુદ્ધ પૂર્ણ થયા બાદનો આ સૌથી મોટો હુમલો છે.
આ શ્રીલંકન ઑલરાઉન્ડરે કહ્યું કે, “ચર્ચ સંપૂર્ણ રીતે વેર-વિખેર થઇ ગયું હતુ. લોકો લાશોને બહારની તરફ ખેંચી રહ્યા હતા. જો તમે પણ તે જોયું હોત તો તમને લાગત કે અંદર કોઈ નહીં બચી શકે. એટલા સુધી કે ધમાકાથી ફેંકાયેલા કાટમાળથી પણ લોકો ઘાયલ થઈ ગયા હતા.” શનાકાએ કહ્યું કે, “આશા નહોતી કે દાદી જીવતા બચશે, પરંતુ ઈશ્વરની કૃપાથી તેઓ જીવિત છે. તેમના માથા પર ગંભીર ઇજા થઈ છે. તેમને હૉસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. સર્જરી કરવાની છે. માને સામાન્ય ઇજા થઇ છે.” દાસુન શનાકા 3 ટેસ્ટ, 19 વન ડે અને 27 ટી-20 મેચ રમી ચુક્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post શ્રીલંકા બૉમ્બ બ્લાસ્ટમાં માંડ માંડ બચ્યો આ ક્રિકેટર, દાદી અને માને થઈ ગંભીર ઈજા appeared first on Sandesh.
from Sports – Sandesh http://sandesh.com/dasun-shanakas-grandmother-and-mother-injured-in-blast/
via Best Gujarati News
0 Comments