Video: ધવનનાં દીકરા સાથે પંતે કરી જોખમી મસ્તી, ખેલાડીઓનાં પણ શ્વાસ થઇ ગયા અધ્ધર
ગત વર્ષે અંતમાં ઑસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે રમાયેલી ટેસ્ટ સીરીઝ બાદ ભારતીય યુવા વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતનું નામ ‘બેબીસિટર’ પડ્યું હતુ. આ સીરીઝ દરમિયાન ઑસ્ટ્રેલિયાનાં કેપ્ટન ટિમ પેને તેને બેબીસિટર કહીને સ્લેજ કર્યો હતો, ત્યારબાદ પંતે ટિમની પત્ની અને બાળકો સાથે તસવીર પડાવી હતી. પંતનું બેબીસિટરવાળું રૂપ એકવાર ફરી સામે આવ્યું છે. દિલ્હી અને કોલકાતા વચ્ચે રમાયેલી મેચમાં પંતનું આ રૂપ જોવા મળ્યું.
મેચ બાદ પંત દિલ્હીનાં બેટ્સમેન શિખર ધવનનાં દીકરા જોરાવર સાથે રમતો જોવા મળ્યો. આ દરમિયાન પંતે જોરાવરની એવી બેબીસિટિંગ કરી કે તેને જોઇને સૌ કોઈ હસવા લાગ્યું હતુ. મેચ બાદ પંત અને જોરાવર મેદાન પર રમી રહ્યા હતા. પંતે જોરાવરને એક કપડા સાથે બાંધીને જોરજોરથી ફેરવ્યો. પંતની પકડમાંથી છુટવા માટે જોરાવર મથામણ કરી રહ્યો હતો અને આખરે તે સફળ પણ રહ્યો. જો કે પંતે ફરી તેને પકડીને ફેરવ્યો અને જમીન પર સુવાડી દીધો. પંતનો આ વિડીયો સોશિયલ મીડિયા પર ઘણો જ વાયરલ થઇ રહ્યો છે.
Dear @tdpaine36,
Pls be careful next time you ask Rishabh Pant to babysit.
#IPL2019 #IPLT20
#KKRvDC pic.twitter.com/CEnTCVXjCf— Akash patel (@Akashpatel233) April 12, 2019
ઉલ્લેખનીય છે કે આ મેચમાં પંતે પોતાના ટી-20 કેરિયરની સૌથી મોટી ઇનિંગ રમી. ધવને 63 બૉલમાં 11 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી અણનમ 97 રન બનાવ્યા. ધવન ઉપરાંત ઋષભ પંતે 31 બૉલમાં 46 રન બનાવ્યા હતા અને દિલ્હીને જીત અપાવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post Video: ધવનનાં દીકરા સાથે પંતે કરી જોખમી મસ્તી, ખેલાડીઓનાં પણ શ્વાસ થઇ ગયા અધ્ધર appeared first on Sandesh.
from Sports – Sandesh http://sandesh.com/rishabh-pant-doing-fun-with-son-of-shikhar-dhawan/
via Best Gujarati News


0 Comments