દિગ્ગજો કરી રહ્યા છે ધોની પર પ્રહાર, વહારે આવ્યો ભારતીય ટીમનો પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી
ઇન્ડિયન પ્રીમિયર લીગની મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સનાં કેપ્ટન એમએસ ધોનીનો નૉ બૉલ વિવાદ હજુ બંધ નથી થયો. રાજસ્થાન અને ચેન્નાઈ સામે થયેલી મેચની અંતિમ ક્ષણોમાં ધોનીએ મેદાનમાં આવીને અમ્પાયર સાથે નૉ બૉલને લઇને દલીલ કરી હતી અને આને લઇને ઘણો જ વિવાદ થયો હતો. આ ઘટનાને લઇને ઘણા ક્રિકેટર્સે ધોનીની ટીકા કરી હતી. હવે ટીમ ઇન્ડિયાનાં પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી ધોનીનાં બચાવમાં આગળ આવ્યા છે. ગાંગુલીએ IPLની મેચ દરમિયાન ધોનીની અમ્પાયર સાથેની દલીલનો બચાવ કરતા કહ્યું કે બધા માણસ છે.
શુક્રવારે દિલ્હીને કોલકાતા સામે મળેલી જીત બાદ સૌરવ ગાંગુલીએ કહ્યું કે, “બધા માણસ છે. મને તેની પ્રતિસ્પર્ધા કરવાની ક્ષમતા ઘણી જ પસંદ છે.” માનવામાં આવે છે કે એવું પહેલીવાર થયું છે જ્યારે ધોનીએ મેદાન પર આટલો ગુસ્સો કર્યો હોય અને તે અમ્પાયરનાં નિર્ણય પર પ્રશ્ન ઉઠાવતા મેદાન પર આવી ગયો હતો. સૌરવ ગાંગુલીનું માનવું છે કે પ્રતિસ્પર્ધા કરવાની તેની ક્ષમતાની પ્રશંસા કરવી જોઇએ. ધોનીને આ માટે મેચ ફીસનાં 50 ટકા દંડ ફટકારવામાં આવ્યો હતો. આ મેચમાં ચેન્નાઈને જીત મળી હતી જે કેપ્ટન તરીકે ધોનીની 100મી જીત હતી.
આ ઑવરમાં મહેન્દ્રસિંહ ધોની 58 રન ફટકારીને અંતિમ ઑવરમાં આઉટ થયો હતો. ત્યારબાદ પણ ચેન્નાઈને જીત માટે 3 બૉલમાં 8 રનની જરૂર હતી. ત્યારબાદ ઑવરનાં ચોથા બૉલ પર બેન સ્ટોક્સે ફુલ ટૉસ ફેંક્યો. અમ્પાયર ઉલ્હાસ ગાંધેએ બેન સ્ટોક્સનાં ફુલ ટૉસ બૉલને નૉ બૉલ આપ્યો અને પછી તરત જ પોતાના નિર્ણયમાંથી ફરી ગયા હતા. એવું લાગ્યું હતુ કે અમ્પાયરે નૉ બૉલ આપ્યો હતો, પરંતુ આ પ્રકારનાં નૉ બૉલ આપવાની જવાબદારી સ્ક્વેર અમ્પાયરની હોય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post દિગ્ગજો કરી રહ્યા છે ધોની પર પ્રહાર, વહારે આવ્યો ભારતીય ટીમનો પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી appeared first on Sandesh.
from Sports – Sandesh http://sandesh.com/saurav-ganguly-speaking-about-dhoni-umpire-controversy/
via Best Gujarati News
0 Comments