પૉઇન્ટ ટેબલમાં ટૉપ પર ચાલી રહેલી ચેન્નાઈ રવિવારનાં રોજ કોલકાતા નાઇટ રાઇડર્સ સામે મેચ જીતવા માટે ઉતરશે. કોલકાતાને છેલ્લી બે મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. પહેલા ચેન્નાઈ અને ત્યારબાદ દિલ્હી કેપિટલ્સ સામે તેનો પરાજય થયો. કોલકાતા ચેન્નાઈ સામે દબાણમાં હશે. કોલકાતાની છેલ્લી બે હારે એ સ્પષ્ટ કરી દીધું છે કે તે આન્દ્રે રસેલ પર નિર્ભર છે. આન્દ્રે રસેલે અત્યાર સુધી IPL-12માં પોતાની ધાકડ બેટિંગનો પરચો આપી દીધો છે.

જો કે કોલકાતા માટે હવે મુશ્કેલી સર્જાઇ છે, કારણ કે તેમનાં આ વિસ્ફોટક બેટ્સમેનને કાંડા પર ઇજા થઇ છે અને તેના કારણે તેનું રમવું શંકાસ્પદ છે. આ ઇજા તેને ચેન્નાઈ સામે થઇ હતી. દિલ્હી સામે 21 બૉલમાં 45 રનની ઇનિંગ દરમિયાન પણ તે અસહજ હતો. બૉલિંગ દરમિયાન આન્દ્રે રસેલ પોતાની 4 ઑવર પણ પુરી કરી શક્યો નહોતો અને મેદાન પર સ્પષ્ટ જોવા મળ્યું હતુ કે તેને પીડા થઇ રહી છે. મેચ બાદ પુરસ્કાર વિતરણ સમારોહમાં પણ તે જોવા મળ્યો નહોતો.

કોલકાતાની 4 જીતમાંથી 3 જીતમાં રસેલ ‘મેન ઑફ ધ મેચ’ બન્યો હતો. કેપ્ટન દિનેશ કાર્તિકે રસેલનાં ટીમમાં હોવા વિશે કહ્યું હતુ કે, “તેને થોડીક સમસ્યા છે. તેમ છતા તે આ મેચમાં રમવા ઉતર્યો. તે એક વિશિષ્ઠ ક્રિકેટર છે. અમે એક દિવસ બાદ નિર્ણય કરીશું.” રસેલે આ સત્રમાં કોલકાતા માટે સતત 6 મેચમાં 40થી વધારે રનનો સ્કૉર બનાવ્યો છે અને તે નહીં રમે તો ટીમને મોટો ઝાટકો લાગશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post કોલકાતાની મુશ્કેલીઓ વધી, આન્દ્રે રસેલ નહીં રમી શકે મેચ! appeared first on Sandesh.



from Sports – Sandesh http://sandesh.com/andre-russell-likely-to-miss-match-against-csk/
via Best Gujarati News

0 Comments