MIvsRR LIVE: રાજસ્થાનનો મંબઈ સામે 4 વિકેટે રોમાંચક વિજય
મુંબઈ ઇન્ડિયન્સ અને રાજસ્થાન રૉયલ્સ વચ્ચે IPL-12નો 27મો મુકાબલો મુંબઈનાં વાનખેડે સ્ટેડિયમમાં રમાયો. આ મેચમાં રાજસ્થાનનો 4 વિકેટે રોમાંચક વિજય થયો છે. રાજસ્થાન તરફથી જોસ બટલરે 89 રનની ધમાકેદાર ઇનિંગ રમીને જીતનો પાયો નાંખ્યો.
A thrilling final over and the @rajasthanroyals clinch this game. Win by 4 wickets against the #MumbaiIndians pic.twitter.com/r3pSiKL0BQ
— IndianPremierLeague (@IPL) April 13, 2019
- બુમરાહે સ્મિથને 12 રને આઉટ કર્યો.
- કૃણાલ પંડ્યાએ લિવિંગસ્ટોનને 1 રને બૉલ્ડ માર્યો.
- રાહુલ ત્રિપાઠીને કૃણાલ પંડ્યાએ 1 રને તંબૂ ભેગો કર્યો.
- બુમરાહે સેમસનને 31 રને આઉટ કર્યો.
- રાહુલ ચહરે જોસ બટલરને 89 રને આઉટ કર્યો. બટલરે 43 બૉલમાં 7 છગ્ગા અને 4 ચોગ્ગા સાથે 89 રન બનાવ્યા.
- જૉસ બટલરની અડધી સદી પૂરી
- આંજિક્ય રહાણેને કૃણાલ પંડ્યાએ 37 રન પર આઉટ કર્યો.
Innings Break!
The @mipaltan post a formidable total of 187/5 on board, courtesy 81 from QDK, 47 from Rohit Sharma and a quick fire 28* from Hardik.
Updates – https://t.co/doVBzy1WJe #MIvRR pic.twitter.com/QDStQ12el6
— IndianPremierLeague (@IPL) April 13, 2019
મુંબઈ
- હાર્દિક પંડ્યાએ 11 બૉલમાં 3 છગ્ગા અને 1 ચોગ્ગાની મદદથી અણનમ 28 રન બનાવ્યા.
- ઉનડકટે ઇશાન કિશનને 5 રને આઉટ કર્યો.
- ડી કૉક 81 રન બનાવીને જોફ્રા આર્ચરની બૉલિંગમાં આઉટ થયો.
- જોફ્રા આર્ચરે કીરૉન પૉલાર્ડને કર્યો આઉટ. પોલાર્ડ ફક્ત 6 રન બનાવી શક્યો.
- ધવલ કુલકર્ણીએ સૂર્યકુમાર યાદવને 16 રને બૉલ્ડ કર્યો.
- ડી કૉકનાં 50 રન પુરા
- રોહિત શર્મા 32 બૉલમાં 47 રન ફટકારીને આઉટ. તેણે 6 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકાર્યા.
- ટૉસ જીતીને રાજસ્થાને ફીલ્ડિંગ પસંદ કરી.
આવામાં મુંબઈ સામે તે પોતાની સતત ત્રીજી હારથી બચવાનાં પ્રયત્ન કરશે. રાજસ્થાનને આ પહેલા ચેન્નાઈ સામેની મેચમાં પરાજયનો સામનો કરવો પડ્યો હતો.
બીજી તરફ મુંબઈએ પંજાબ સામે જીત ઝુંટવી હતી. આ મેચમાં કીરોન પોલાર્ડની તોફાની બેટિંગથી મુંબઈએ પંજાબને પરાજય આપ્યો હતો. પોલાર્ડ આ મેચમાં ટીમની કેપ્ટનશિપ કરી રહ્યો હતો, કેમ કે રોહિત શર્મા ઇજાગ્રસ્ત હતો. આ મેચમાં રોહિત શર્મા પુનરાગમન કરશે. સૌની નજરો વેસ્ટઇન્ડીઝનાં કીરોન પોલાર્ડ અને અલઝારે જોસેફ પર રહેશે. રોહિત પગની ઇજાનાં કારણે 11 સીઝનમાં પહેલીવાર IPLની કોઇ મેચમાંથી બહાર રહ્યો.
મુંબઈનાં અલઝારી જોસેફે IPLની પોતાની પહેલી મેચમાં જ 6 વિકેટ લઇને રેકૉર્ડ બનાવ્યો હતો અને બીજી મેચમાં તેણે અણનમ 15 રન બનાવી ટીમને જીત અપાવવામાં મહત્વની ભૂમિકા નીભાવી હતી.
ટીમ
મુંબઈ: રોહિત શર્મા (કેપ્ટન), ક્વિંટન ડી કૉક, સૂર્યકુમાર યાદવ, ઇશાન કિશન, કીરોન પોલાર્ડ, કૃણાલ પંડ્યા, હાર્દિક પંડ્યા, રાહુલ ચહર, અલ્ઝારી જોસેફ, જસપ્રિત બુમરાહ, જેસન બેહરેન્ડોફ
રાજસ્થાન: આંજિક્ય રહાણે (કેપ્ટન), જોસ બટલર, સંજુ સેમસન, સ્ટીવ સ્મિથ, લિયામ લિવિન્ગસ્ટોન, રાહુલ ત્રિપાઠી, કે ગૌતમ, શ્રેયસ ગોપાલ, જોફ્રા આર્ચર, ધવલ કુલકર્ણી, જયદેવ ઉનડકટ
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post MIvsRR LIVE: રાજસ્થાનનો મંબઈ સામે 4 વિકેટે રોમાંચક વિજય appeared first on Sandesh.
from Sports – Sandesh http://sandesh.com/live-updates-between-rajsthan-royals-and-mumbai-indians/
via Best Gujarati News
0 Comments