કિંગ્સ ઇલેવન પંજાબ અને રૉયલ ચેલેન્જર્સ બેંગલોર વચ્ચે રમાયેલી મેચમાં બેંગલોરનો 8 વિકેટે વિજય થયો છે. પંજાબે આપેલા 174 રનનાં પડકારને બેંગલોરે 2 વિકેટે પાર પાડ્યો હતો. બેંગલોર તરફથી કોહલીએ 67 અને ડીવિલિયર્સે અણનમ 59 રન બનાવ્યા હતા. સ્ટોઇનિસે 16 બૉલમાં અણનમ 28 રન મારીને બેંગલોરની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

પંજાબે ટૉસ હારીને પ્રથમ બેટિંગ કરતા 4 વિકેટે 173 રન બનાવ્યા. ક્રિસ ગેલે 64 બૉલમાં 5 છગ્ગા અને 10 ચોગ્ગા સાથે અણનમ 99 રન ફટકાર્યા. બેંગલોર તરફથી ચહલે  2 અને સિરાજ તેમ જ મોઇન અલીએ 1-1 વિકેટ ઝડપી.

બેંગલોર

  • ડીવિલિયર્સે પુરા કર્યા પચાસ રન.
  • વિરાટ કોહલી 67 રન બનાવીને મોહમ્મદ શમીની બૉલિંગમાં કેચ આઉટ થયો.
  • વિરાટ કોહલીનાં 50 રન પુરા.
  • આર.અશ્વિને બેંગલોરને પહેલો ઝાટકો આપ્યો. પાર્થિવ પટેલ 19 રન બનાવીને આઉટ થયો.

પંજાબ

  • મોઈન અલીએ સૈમ કુરૈનને 1 રને આઉટ કર્યો.
  • સિરાજે સરફરાઝને 15 રને આઉટ કર્યો.
  • મયંક અગ્રવાલ 15 રન મારી આઉટ. ચહલે કર્યો બૉલ્ડ.
  • ગેલનાં પચાસ રન પુરા.
  • ચહલની બૉલિંગમાં કેએલ રાહુલ સ્ટંપિંગ આઉટ. બનાવ્યા 15 બૉલમાં 18 રન.
  • બેંગલોરે ટૉસ જીતીને ફીલ્ડિંગ પસંદ કરી.

રૉયલ ચેલેન્જર્સ બેંગલોરની ટીમ શનિવારનાં રોજ ‘કરો યા મરો’ મુકાબલામાં કિંગ્સ ઇલેવન પંજાબ સામે રમશે. વિરાટ કોહલીની આગેવાનીમાં રૉયલ ચેલેન્જર્સ બેંગલોર ઉપરા-ઉપરી 6 મેચ હારી ચુકી છે. મોહાલીનાં પીસીએ આઈએસ બિંદ્રા સ્ટેડિયમમાં આ મુકાબલો રાત્રે 8 વાગ્યા શરૂ થશે. આરસીબી માટે આ સત્રમાં કંઇ પણ અનુકૂળ નથી રહ્યું. તેને આગળની મેચમાં દિલ્હી કેપિટલ્સે હરાવ્યું હતુ, જે તેની સતત છઠ્ઠી હાર હતી. આરસીબીએ પ્લેઑફમાં પહોંચવા માટે પોતાની દરેકે દરેક 8 મેચ જીતવાની રહેશે.

બેંગલોરની ટીમ બૉલિંગ અને બેટિંગ બંન્નેમાં અસફળ રહી. બેંગલોર સામે હૈદરાબાદે 231 રન ફટકાર્યા હતા અને આ મેચમાં જોની બેયરસ્ટો અને ડેવિડ વૉર્નરે સદી ફટકારી હતી. આ મેચમાં બેંગલોરની ટીમ 113 રન પર ઑલઆઉટ થઇ ગઈ હતી અને 118 રનથી તેણે હારનો સામોન કરવો પડ્યો હતો. કોલકાતા નાઇટ રાઇડર્સ સામે ડીવિલિયર્સનાં 63 અને કેપ્ટન કોહલીનાં 84 રનની મદદથી આરસબીએ 204 રન બનાવ્યા હતા, પરંતુ બૉલર્સ આટલો મોટો સ્કૉર પણ ડીફેન્ડ કરી શક્યા નહોતા.

બીજી તરફથી પંજાબે સાતમાંથી 4 મેચ જીતી લીધી છે, પરંતુ પોતાના મેદાન પર જ તે સફળ રહી છે. પંજાબનો કેએલ રાહુલ ફૉર્મમાં પરત આવી ગયો છે. બેંગલોરે પોતાની ટીમમાં ડેલ સ્ટેયનને સામેલ કર્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post RCBvsKXIP: આખરે બેંગલોરે ચાખ્યો જીતનો સ્વાદ, કોહલી-ડીવિલિયર્સની શાનદાર બેટિંગ appeared first on Sandesh.



from Sports – Sandesh http://sandesh.com/live-updates-between-rcbvskxips-match/
via Best Gujarati News

0 Comments