મુંબઈ ઇન્ડિયન્સે ટી-20 ક્રિકેટમાં ઇતિહાસ રચ્યો છે. IPLમાં 3 વખતની ચેમ્પિયન મુંબઈ ઇન્ડિયન્સની ટીમે શનિવારનાં રાજસ્થાન સામે વાનખેડે સ્ટેડિયમમાં ઉતરતા જ મોટી ઉપલબ્ધિ મેળવી છે. મુંબઈ ઇન્ડિયન્સ ટી-20માં 200 મેચ રમનારી પહેલી ટીમ બની ગઇ છે. ઇંગ્લિશ કાઉન્ટી ક્રિકેટ ક્લબ સૉમરસેટે 199 મેચ રમી છે. હેમ્પશાયરે અત્યાર સુધી 194 મેચો રમી છે.

મુંબઈએ 2008-2019 દરમિયાન પોતાની 200 મેચમાંથી 112 મેચ જીતી છે અને 84 મેચોમાં પરાજયનો સામનો કર્યો છે. મુંબઈ ઇન્ડિયન્સની ટીમની જીતની ટકાવારી 57.10 છે. બીજી તરફ સૉમરસેટે 199માંથી 95 મેચોમાં જીત મેળવી છે અને 92માં તેણે હારનો સામનો કરવો પડ્યો છે. તેની જીતની ટકાવારી 50.78 રહી છે. ઉલ્લેખનીય છે કે આજે શનિવારે રમાયેલી મેચમાં રાજસ્થાને ટૉસ જીતીને પહેલા ફીલ્ડિંગ પસંદ કરી હતી.

મુંબઈએ પહેલા બેટિંગ કરતા ક્વિંટન ડી કૉક 81 અને રોહિત શર્માનાં 47 રનની મદદથી 20 ઑવરમાં 5 વિકેટે 187 રન કર્યા છે. રાજસ્થાન તરફથી જોફ્રા આર્ચરે 3 વિકેટ ઝડપી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post મુંબઈએ રચ્યો ઇતિહાસ, ટી-20માં આ કારનામું કરનારી દુનિયાની પહેલી ટીમ બની appeared first on Sandesh.



from Sports – Sandesh http://sandesh.com/mumbai-indians-created-history/
via Best Gujarati News

0 Comments