સૂતેલી મહિલા સાથે ક્રિકેટરે આચર્યું દુષ્કર્મ, મિત્ર સાથે લાગી હતી શરત
ઇંગ્લિશ કાઉન્ટી ક્રિકેટમાં વૉરસેસ્ટરશાયર તરફથી રમનારા ક્રિકેટર એલેક્સ હેપબર્ન રેપ મામલે દોષી ઠર્યો છે. તેની પર આરોપ હતો કે તેણે ઊંઘી રહેલી મહિલાની સાથે બળાત્કાર કર્યો. એલેક્સ હેપબર્ન ઑસ્ટ્રેલિયામાં જન્મ્યો છે અને ઇંગ્લિશ કાઉન્ટી ક્રિકેટમાં રમે છે. કેટલાક રીપોર્ટ્સ પ્રમાણે વોરસેસ્ટર ક્રાઉન કૉર્ટે શનિવારનાં એલેક્સને દોષી જાહેર કર્યો છે. 23 વર્ષનાં આ ખેલાડીને 30 એપ્રિલનાં સજા ફટકારવામાં આવશે. હેપબર્ન પર એક મહિલાએ આરોપ લગાવ્યો છે કે ઊંઘતી વખતે તેની સાથે બળાત્કાર કરવામાં આવ્યો. જે વખતે કૉંર્ટે પોતાનો ચુકાદો સંભળાવ્યો ત્યારે એલેક્સ પોતાની ખુરશી પર બેસી ગયો હતો અને પોતાના ચહેરાને હાથોથી ઢાંકી દીધો હતો.
ઉલ્લેખનીય છે કે રેપની આ ઘટના વર્ષ 2017ની છે. તે વખતે હેપબર્ન વોરસેસ્ટરશાયર માટે ક્રિકેટ રમવા ગયો હતો, પરંતુ હેપબર્નનાં તેના સાથી ખેલાડીઓ સાથે અજીબ શર્ત લગાવવામાં આવી. એલેક્સની વ્હોટ્સએપ ચેટથી એ ખુલાસો થયો કે તે પોતાના સાથી ક્રિકેટર સાથે એવી શરત લગાવતો હતો કે કોણ કેટલી મહિલાઓ સાથે વધારે રાત પસાર કરશે. આ શરતનાં કારણે 2 વર્ષ પહેલા હેપબર્નની પીડિતા સાથે પોતાના ફ્લેટમાં તેણે બળજબરીપૂર્વ શારીરિક સંબંધ બનાવ્યો હતો.
પીડિતાએ કૉર્ટમાં કહ્યું કે તેને પહેલા ખબર નહોતી કે તેની સાથે ઊંઘી રહેલો વ્યક્તિ એલેક્સ છે. તે કોઇ બીજાને સમજી રહી હતી, પરંતુ એલેક્સને ઓળખ્યા બાદ પીડિતાએ ના કહી દીધી પરંતુ એલેક્સે બળજબરી કરી. હવે કૉર્ટે દોષી ઠેરવ્યા બાદ એલેક્સનું ક્રિકેટ કેરિયર પૂર્ણ થઇ ગયું છે. બીજી તરફ ક્રિકેટર એલેક્સ હેપબર્નનું કહેવું છે કે તેણે મહિલા સાથે શારીરિક સંબંધ તેની પરવાનગી બાદ બાંધ્યો હતો. પીડિતાએ કહ્યું કે તેને લાગ્યું કે તે ક્લાર્ક સાથે છે, પરંતુ તે હેપબર્ન સાથે હતી. મહિલાનો પક્ષ રાખી રહેલી મિરાંડા મૂરે ક્યૂસીએ કહ્યું કે, “હેપનાં વાળોને સ્પર્શ્યા બાદ તેને ખબર પડી કે તે ક્લાર્ક સાથે નથી, ત્યારબાદ તેણે ના કહી તો હેપે તેની સાથે રેપ કર્યો.”
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post સૂતેલી મહિલા સાથે ક્રિકેટરે આચર્યું દુષ્કર્મ, મિત્ર સાથે લાગી હતી શરત appeared first on Sandesh.
from Sports – Sandesh http://sandesh.com/cricketer-found-guilty-in-rape-case/
via Best Gujarati News


0 Comments