દિલ્હીને જીતાડનારા ધવનને લઇને ગાંગુલીએ કહ્યું કંઇક એવું જેની પર નહીં આવે વિશ્વાસ
દિલ્હી કેપિટલ્સનાં સલાહકાર સૌરવ ગાંગુલીએ શિખર ધવનને લઇને મોટું નિવેદન આપ્યું છે. સૌરવ ગાંગુલીએ શિખર ધવનને દુનિયાનાં સર્વશ્રેષ્ઠ ઑપનર્સમાંથી એક ગણાવ્યો છે. ગાંગુલીએ ખુલાસો કર્યો કે તેમની ફ્રેંચાઇઝી આ ડાબોડી બેટ્સમેનને પોતાની ટીમમાં સામેલ કરવા માટે કેટલી ઉત્સુક હતી. શુક્રવારનાં રોજ સૌરવ ગાંગુલીએ કહ્યું કે, “કદાચ તે દુનિયાનાં સર્વશ્રેષ્ઠ ઑપનર્સમાંથી એક છે. અમે ત્યારે શિખર ધવનને ટીમમાં સામેલ કરવા માટે ઉત્સુક હતા જ્યારે અમે સાંભળ્યું કે તે સનરાઇઝર્સ હૈદરાબાદ છોડી દેશે. આ જોઇને સારું લાગે છે કે તે ઘણું સારું રમી રહ્યો છે.”
ભારતનો ઑપનિંગ બેટ્સમેન ધવન પોતાની ઘરેલૂ ટીમમાં છે અને તેણે કોલકાતા નાઇટ રાઇડર્સ પર દિલ્હી કેપિટલ્સની 7 વિકેટની જીતમાં 63 બૉલમાં 97 રન ફટકાર્યા હતા. ફૉર્મમાં પરત ફર્યા બાદ શિખર ધવને કહ્યું કે, “ઇડન ગાર્ડનની પિચ દિલ્હીનાં મેદાન કરતા ઘણી સારી હતી.” જો કે શિખર ધવન પોતાની પહેલી ટી-20 સદી ચુકી ગયો હતો કારણ કે કૉલિન ઇન્ગ્રામે છગ્ગો મારીને દિલ્હીને જીતાડી દીધું હતુ.
ધવનને ‘મેન ઑફ ધ મેચ’નો એવૉર્ડ આપવામાં આવ્યો. તેણે કહ્યું કે, “હું જાણું છું કે આ મારી પહેલી ટી-20 સદી થઇ શકતી હતી, પરંતુ ટીમની જીત વધારે મહત્વની છે. આ કારણે મે મોટું જોખમ લેવાની જગ્યાએ એક રન લીધો.” ઈડની પિચને લઇને શિખરે કહ્યું કે, “દિલ્હીની તુલનામાં અહીંની પિચ વધારે સારી હતી. હું દિનેશ કાર્તિકને આ જ વાત કહી રહ્યો હતો. આ બેટિંગ માટે સારી વિકેટ છે. બૉલર્સ માટે પણ આ સારી વિકેટ છે. દિલ્હીમાં આપણે જાતે જ પિચ પ્રમાણે તાલ બેસાડવો પડે છે, આ માટે આપણી પાસે તેવી કળા હોવી જોઇએ.”
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post દિલ્હીને જીતાડનારા ધવનને લઇને ગાંગુલીએ કહ્યું કંઇક એવું જેની પર નહીં આવે વિશ્વાસ appeared first on Sandesh.
from Sports – Sandesh http://sandesh.com/saurav-ganguly-says-dhawan-is-one-of-the-best-opener/
via Best Gujarati News
0 Comments