ધોની પર ભડક્યો સેહવાગ, કહ્યું, “સસ્તામાં છૂટ્યો, લાગવો જોઇતો હતો પ્રતિબંધ”
ધોનીનો નૉ-બૉલ વિવાદ અટકવાનું નામ નથી લઇ રહ્યો. અમ્પાયરથી મેદાનમાં દલીલ કરવાને લઇને ઘણા દિગ્ગજ ખેલાડીઓએ ધોનીની ઝાટકણી કાઢી છે. આ લિસ્ટમાં હવે ભારતનાં પૂર્વ વિસ્ફોટક ઑપનર વિરેન્દ્ર સેહવાગનું નામ પણ જોડાયું છે. વિરેન્દ્ર સેહવાગે એક શૉમાં કહ્યું કે, “ધોની ઘણો સસ્તામાં છૂટી ગયો. તેની પર ઓછામાં ઓછો એક અથવા બે મેચોનો પ્રતિબંધ લાગવો જોઇતો હતો.”
વિરેન્દ્ર સેહવાગે કહ્યું કે, “ધોનીએ જો આવું ભારતીય ટીમ માટે કર્યું હોત તો ખુશી થઇ હોત. તે એ પડાવ પર છે જ્યાં એક વર્ષ પછી રીટાયર્ડ થઇ જશે. અમે ક્યારેય તેને આટલો ગુસ્સો કરતા નથી જોયો. મને નથી લાગતુ કે તેણે મેદાન પર જવાની જરૂર હતી. ત્યાં હાજર બે બેટ્સમેન પહેલાથી જ અમ્પાયર ને પુછી રહ્યા હતા કે નૉ-બૉલ છે કે નહીં.”
વીરૂએ આગળ કહ્યું કે, “ધોની ઘણો સસ્તામાં છૂટી ગયો. તેની પર એક અથવા બે મેચોનો પ્રતિબંધ લાગવો જોઇતો હતો. આવામાં તો કોઇપણ કેપ્ટન કાલે મેદાન પર જતો રહેશે અને અમ્પાયરને પ્રશ્નો કરવા લાગશે. પછી અમ્પાયરનું મહત્વ શું રહેશે? આ માટે મને લાગે છે કે તેને સસ્તામાં છોડી દેવામાં આવ્યો.
So @virendersehwag has just said on @cricbuzz that MS Dhoni should have been given a 2 game ban for storming onto the pitch .. I couldn’t agree more .. it’s exactly what should have happened to send a message to all players that what he did was totally unacceptable !! #IPL2019
— Michael Vaughan (@MichaelVaughan) April 13, 2019
આવું નહોતુ થવું જોઇતુ. ઓછામાં ઓછું એક એક્ઝામ્પલ સેટ કરવું જોઇતુ હતુ. મેચ રેફરીએ એ નક્કી કરવું જોઇતુ હતુ કે જ્યારે અમ્પાયર અંદર હોય તો તે નક્કી કરે કે ત્યાં શું થશે ના કે કોઈ બહારથી આવીને કંઇ કરે.” ઇંગ્લેન્ડનાં પૂર્વ કેપ્ટન વૉએ પણ સેહવાગની વાત પર સંમતિ દર્શાવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post ધોની પર ભડક્યો સેહવાગ, કહ્યું, “સસ્તામાં છૂટ્યો, લાગવો જોઇતો હતો પ્રતિબંધ” appeared first on Sandesh.
from Sports – Sandesh http://sandesh.com/virender-sehwag-said-dhoni-should-have-banned/
via Best Gujarati News
0 Comments