ચેન્નાઈ સુપર કિંગ્સને મોટો ફટકો, આ મેચ વિનર ખેલાડીને થઇ ગંભીર ઇજા
શાનદાર ફૉર્મમાં ચાલી રહેલી ચેન્નાઈ સુપર કિંગ્સ માટે ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. ચેન્નાઈનો ઑફ સ્પિનર હરભજન સિંહ ગળાની ઇજાનાં કારણે કોલકાતા સામે રવિવારની મેચ નહીં રમે. હાલનાં સત્રમાં 38 વર્ષનાં હરભજન સિંહે 4 મેચોમાં અત્યાર સુધી 7 વિકેટ ઝડપી છે, જેમાં તે બે વખત મેન ઑફ ધ મેચનો પુરસ્કાર પણ જીતી ચુક્યો છે.
ગળાનાં ભાગે ઇજા ઉપરાંત હરભજનની પત્ની અને દીકરીની તબિયત પણ ખરાબ છે. આ કારણે તે ટીમ સાથે કોલકાતા આવ્યો નથી. હરભજને કહ્યું કે, “મારે જયપુરમાં રાજસ્થાન સામે રમવાનું હતુ, પરંતુ તે સવારે જ મારા ગળામાં પીડા થઇ અને મારે મેચમાંથી બહાર થવું પડ્યું.” હરભજને કહ્યું કે, “મારી પત્ની અને દીકરીની તબિયત પણ બરાબર નથી. હું તેમની દેખ-રેખ રાખવા માટે મુંબઈમાં જ છું. જેવા તે સ્વસ્થ થશે હું ટીમ સાથે જોડાઇ જઇશ.”
ઉલ્લેખનીય છે કે આ IPLમાં હરભજન સિંહનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. તેણે 4 મેચમાં 16 ઑવર ફેંકી છે જેમાં 82 રન આપીને 7 વિકેટ ઝડપી છે. આ દરમિયાન હરભજનની ઇકૉનોમી ફક્ત 5.12ની રહી છે. ઇકૉનોમીનાં મામલે હરભજન સિંહ ચાલી રહેલી IPL સીઝનમાં સૌથી બેસ્ટ બૉલર સાબિત થયો છે અને તે અત્યારે પહેલા નંબરે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post ચેન્નાઈ સુપર કિંગ્સને મોટો ફટકો, આ મેચ વિનર ખેલાડીને થઇ ગંભીર ઇજા appeared first on Sandesh.
from Sports – Sandesh http://sandesh.com/injured-harbhajan-singh-will-not-play/
via Best Gujarati News
0 Comments