। ટોટનહામ ।

રોડ્રિગુઝ લુકાસ મોયુરાએ નોંધાવેલી હેટ્રિકની મદદથી ટોટનહામ હોટ્સપુરે પ્રીમિયર લીગ ફૂટબોલ ચેમ્પિયનશિપમાંથી લગભગ બહાર થઇ ગયેલી હડરફિલ્ડ ટીમને એકતરફી મુકાબલામાં ૪-૦થી પરાજય આપ્યો હતો. નવા બંધાયેલા પોતાના સ્ટેડિયમમાં હોમ ટીમ ટોટનહામ માટે વિક્ટર વાનયામાએ ૨૪મી મિનિટે ગોલ કરીને સ્કોર ૧-૦નો કરી નાખ્યો હતો. આ ગોલની ૧૪૪ સેકન્ડ બાદ મોયુરાએ હામેર તરફથી મળેલા લો-પાસને ગોલમાં ફેરવીને ૨૭મી મિનિટે પોતાનો પ્રથમ ગોલ કરીને સ્કોર ૨-૦નો કર્યો હતો. મેચ પૂરી થવામાં ત્રણ મિનિટ બાકી હતી ત્યારે મોયુરાએ ક્રિસ્ટિયન એરિક્સને આપેલા ક્રોસ પાસને ગોલમાં ફેરવીને ટીમને ૩-૦થી આગળ કરી દીધી હતી. નિર્ધારિત સમય પૂરો થયા બાદ ઇન્જરી ટાઇમમાં કુલ મેચની ૯૩મી મિનિટે હેમરે આપેલા પાસને ગોલમાં ફેરવી મોયુરાએ પોતાની હેટ્રિક પૂરી કરવા ઉપરાંત ટીમને ૪-૦થી વિજય અપાવ્યો હતો. ૨૦ ટીમોમાં હડસફિલ્ડ છેલ્લા ક્રમે યથાવત્ રહી છે. બીજી તરફ ટોટનહામ પોઇન્ટ ટેબલમાં ૬૭ અંક સાથે ત્રીજા ક્રમે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post મોયુરાની હેટ્રિક, ટોટનહામે હડસફિલ્ડને ૪-૦થી હરાવ્યું appeared first on Sandesh.



from Sports – Sandesh http://sandesh.com/moorea-hattrick-totonha/
via Best Gujarati News

0 Comments