। વોરસેસ્ટર ।

ઇંગ્લિશ કાઉન્ટી ક્રિકેટમાં વોરસેસ્ટર તરફથી રમનાર ઓસ્ટ્રેલિયાના એલેક્સ હેપબર્ન ઊંઘી રહેલી મહિલા સાથે બળાત્કારનો દોષિત જાહેર કરાયો છે. આ ઘટના એક એપ્રિલ ૨૦૧૭ની છે. આ મામલામાં વુસ્ટરશાયર ક્રાઉન કોર્ટે ૨૩ વર્ષીય હેપબર્નનને દોષિત જાહેર કર્યો ત્યારે તે પોતાની સીટ પરથી લપસી પડયો હતો અને પોતાના હાથ વડે ચહેરાને ઢાંકી લીધો હતો. આ પહેલાં હેપબર્ને પોતાના પર લાગેલા આરોપોને ફગાવતાં કહ્યું હતું કે, તે મહિલાને સંપૂર્ણ ભાન હતું કે, શું થઈ રહ્યું છે. આ મામલે ૧૦ કલાક ૫૩ મિનિટ સુધી ચાલેલી સુનાવણી બાદ હેપબર્નને દોષિત જાહેર કર્યો હતો.

આ પહેલાં પીડિતાએ જ્યૂરી સભ્યને જણાવ્યું હતું કે, તેને ખ્યાલ નહોતો કે તે ૨૩ વર્ષીય હેપબર્નની સાથે છે. તેને લાગ્યું કે, તે જો ક્લાર્કની સાથે સૂઈ રહી છે. તેણે જણાવ્યું કે, હેપબર્નના માથાના વાળને હાથ લગાવ્યો ત્યારે ખબર પડી કે, તે ક્લાર્કની સાથે નથી. આ અંગે તેણે હેપબર્નને પૂછયું કે, જો ક્લાર્ક ક્યાં છે? પીડિતા મુજબ હેપબર્ને જવાબ આપવાના બદલે તેના સૌદર્યના વખાણ કરવા લાગ્યો હતો અને તેણે શારીરિક સંબંધ બનાવવા માટે મનાવવા લાગ્યો હતો પરંતુ મેં ઇનકાર કર્યો ત્યારે તેણે બળાત્કાર ગુજાર્યો હતો.

આઈપીએલમાં રમી ચૂકેલા ચાર ‘બેડ બોય’ 

સ્કોટ કુગ્લિન : ન્યૂઝીલેન્ડના ક્રિકેટર સ્કોટ કુગ્લિન જે અત્યારે ચેન્નઈ સુપર કિંગ્સ તરફથી રમી રહ્યો છે તે બળાત્કારના આરોપમાં ફસાઈ ચૂક્યો છે. કુગ્લિન પર એક મહિલાએ ૨૦૧૫માં બળાત્કારનો આરોપ લગાવ્યો હતો. બે વર્ષ બાદ આ મામલે કુગ્લિનને હેમિલ્ટન ડિસ્ટ્રિક્ટ કોર્ટે નિર્દોષ જાહેર કર્યો હતો.

મખાયા એન્ટિની : ચેન્નઈ સુપર કિંગ્સ તરફથી રમી ચૂકેલા સાઉથ આફ્રિકાના મખાયા એન્ટિની પર પણ રેપનો આરોપ લાગી ચૂક્યો છે. ૧૯૯૯માં પોતાની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની શરૂઆતમાં એન્ટિની પર તેના ઘરમાં કામ કરનાર નોકરાણીએ બળાત્કારનો આરોપ લગાવ્યો હતો. તેને કેટલોક સમય જેલમાં પણ વિતાવવો પડયો હતો પરંતુ તે પછી કોર્ટે એન્ટિનીને તમામ આરોપમાંથી મુક્ત કર્યો હતો.

અમિત મિશ્રા : દિલ્હી અને હૈદરાબાદની ટીમ તરફથી આઈપીએલમાં રમનાર ભારતીય સ્પિનર અમિત મિશ્રા પણ જાતીય શોષણ મામલે ફસાયો હતો. બેંગ્લુરૂમાં પોલીસે તેની અટકાયત પણ કરી હતી. પોતાની ફરિયાદમાં મહિલાએ આરોપ લગાવ્યો હતો કે, તે જ્યારે ક્રિકેટરને મળવા તેના રૂમમાં ગઈ ત્યારે મિશ્રાએ જાતીય શોષણ કર્યું હતું. આ મામલે અમિત મિશ્રાને તરત જ જામીન મળી ગયા હતા અને આરોપ લગાવનાર મહિલાએ પોતાની ફરિયાદ પરત ખેંચી લીધી હતી.

લ્યૂક પોમર્સબેક : ઓસ્ટ્રેલિયાના લ્યૂક પોમર્સબેકની વર્ષ ૨૦૧૨માં ભારતમાં અટકાયત કરાઈ હતી. આઈપીએલ આરસીબી અને પંજાબ તરફથી રમી ચૂકેલા પોમર્સબેક પર ૨૦૧૨માં તેની ફિયાન્સે જાતીય શોષણ અને મારપીટનો આરોપ લગાવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post ઓસ્ટ્રેલિયન ક્રિકેટર હેપબર્ન બળાત્કાર કેસમાં દોષિત appeared first on Sandesh.



from Sports – Sandesh http://sandesh.com/australian-cricketer-happ/
via Best Gujarati News

0 Comments