દિલ્હીથી સેનફ્રાન્સિસકો જતા વિમાનમાં લાગી આગ, ધુમાડાના ગોટેગોટાનો Video આવ્યો સામે
દેશની રાજધાની દિલ્હીના ઇન્દિરા ગાંધી એરપોર્ટ પર બુધવાર મોડી રાતે મોટો અકસ્માત થતા ટળી ગયો. અહીં એર ઇન્ડિયાના બોઇંગ વિમાનમાં અચાનક આગ લાગી ગઇ. ત્યારબાદ આખી ફ્લાઇટમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળી ગયા. રાહતના સમાચાર એ છે કે જ્યારે આ વિમાનમાં આગી લાગી ત્યારે તેમાં રિપેરિંગનું કામ ચાલી રહ્યું હતું અને કોઇ પેસેન્જર ફ્લાઇટમાં બેઠું નહોતું.
એર ઇન્ડિયાની આ ફ્લાઇટ B777-200 LR દિલ્હીથી અમેરિકાના સેન ફ્રાન્સિસ્કો માટે જઇ રહી હતી. જ્યારે એરપોર્ટ પર જ વિમાનમાં રિપેરિંગ કામ ચાલી રહ્યું હતું, ત્યારે પાછળના ભાગમાં આગ લાગી ગઇ. ફલાઇટમાં રિપેરિંગનું કામ ચાલતું હોવાથી ફ્લાઇટમાં કોઇ પેસેન્જર બેઠા નહોતા.
રેપિરિંગનું કામ થયા બાદ આ ફલાઇટ રવાના થવાની હતી, પરંતુ અચાનક આગ લાગતા વિમાનને રદ કરવું પડ્યું. 25મી એપ્રિલના રોજ રવાના થનાર ફ્લાઇટ હવે દસ વાગ્યાની આસપાસ રવાના થશે.
#WATCH Air India Delhi to San Francisco (Boeing 777) flight caught fire in Auxiliary Power Unit (APU) yesterday at Delhi airport. Fire started during AC repair. Air India terms it minor incident, plane was empty at the time of repair work, fire was doused immediately. pic.twitter.com/Og790FVABE
— ANI (@ANI) April 25, 2019
અકસ્માત બાદ એર ઇન્ડિયાએ નિવેદન રજૂ કર્યું છે. કંપનીની તરફથી કહ્યું છે કે બુધવાર રાત્રે જ્યારે ઉડાન ભરતા પહેલાં એન્જિનિયર રૂટીન ચેકિંગ કરી રહ્યા હતા ત્યારે પાછળના ભાગમાં આગ લાગી ગઇ હતી. આગ લાગ્યા બાદ વિમાનની સંપૂર્ણ તપાસ કરાઇ છે.
ઉલ્લેખનીય છે કે છેલ્લાં કેટલાંક સમયથી ફલાઇટ કે રેલવેમાં કેટલાંય અકસ્માતની ઘટના સામે આવી છે. જેને દરેલ લોકોને હેરાન કરી દીધા છે.
બોઇંગના વિમાનોને લઇ છેલ્લાં કેટલાંક સમયથી કેટલીય ઘટનાઓ માત્ર ભારત જ નહીં પરંતુ દુનિયાભરમાં બની છે. ઇથોપિયામાં સર્જાયેલ એક વિમાન અકસ્માતમાં મોટી સંખ્યામાં લોકોનો ભોગ લેવાયો હતો. ત્યારબાદથી જ દુનિયા એલર્ટ પર છે. ચીન, ઇથોપિયા, સિંગાપુર સહિત દુનિયાના કેટલાંય દેશોએ બોઇંગની સર્વિસીસ પર પ્રતિબંધ પણ મૂકી દીધો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post દિલ્હીથી સેનફ્રાન્સિસકો જતા વિમાનમાં લાગી આગ, ધુમાડાના ગોટેગોટાનો Video આવ્યો સામે appeared first on Sandesh.
from India – Sandesh http://sandesh.com/air-india-delhi-to-san-francisco-boeing-777-flight-caught-fire-at-delhi-airport/
via Best Gujarati News
0 Comments