રોહિત શેખર મર્ડર કેસ ઉકેલવાનો દાવો પોલીસે કર્યો છે અને આ હત્યાના આરોપોમાં પત્ની અપૂર્વા શુકલાની ધરપકડ કરી લીધી છે. અપૂર્વા પર શંકાની સોઇ પહેલાં દિવસથી જ હતી અને તેના માટે પોલીસની પાસે પૂરતા પુરાવા પણ હતા. ઇન્દોરથી દિલ્હી આવેલ અપૂર્વા એક મહત્વકાંક્ષી મહિલા હતી અને તે દિલ્હીમાં વકીલાત અને રાજકારણની દુનિયામાં કંઇક મોટું પ્રાપ્ત કરવાના ઉદ્દેશ્યથી આવી હતી. અપૂર્વાની જિંદગી અને દિલ્હીમાં તેની સફરની ચકાસણી કરવા પર ખબર પડી કે તે પહેલાં અમર કોલોનીમાં એક ભાડાના ફલેટમાં રહેતી હતી.

અપૂર્વાએ મેળવી હતી રોહિતની તમામ માહિતી
4 વર્ષ પહેલાં ઇન્દોરથી દિલ્હી આવેલ અપૂર્વા એ પોતાની નેટવર્કિંગ સ્કિલનો ઉપયોગ કરીને સુપ્રીમ કોર્ટમાં પ્રેક્ટિસ પણ શરૂ કરી દીધી. બે વર્ષ પહેલાં એક મેટ્રિમોનિયલ સાઇટ પર જાતે જ રજિસ્ટર કર્યું અને તેનો પરિચય રોહિત શેખર તિવારી સાથે થયો. અપૂર્વા એ રોહિત અંગે થોડી માહિતી પ્રાપ્ત કરી અને ખબર પડી કે તે ઉત્તરાખંડ અને યુપીના પૂર્વ સીએમ નારાયણ દત્ત તિવારીનો દીકરો છે. રોહિતે એનડી તિવારીને પોતાના જૈવિક પિતા સાબિત કરવા માટે કાયદાકીય લડાઇ પણ લડી હતી. રોહિતાના પિતાની રાજકીય કેરિયર જોઇ અપૂર્વા ખૂબ પ્રભાવિત થઇ અને તિવારીના મૃત્યુના 6 મહિના પહેલાં બંને એ લગ્ન કરી લીધા.

રોહિત દ્વારા પોતાની રાજકીય ઇનિંગ્સ શરૂ કરવા માંગતી હતી અપૂર્વા
પરિવારના સૂત્રોનું કહેવું છે કે અપૂર્વાની રાજકારણમાં ખૂબ જ દિલચસ્પી હતી અને તે રોહિત દ્વારા પોતાની કેરિયર બનાવા માંગતી હતી. અપૂર્વાની કેટલીક રાજકીય મહત્વકાંક્ષા હતી અને તે ખુદ આઇએનટીયુસી ઝારખંડ યુનિટની પ્રેસિડન્ટ હતી. અપૂર્વાએ રોહિત સાથે લગ્ન પણ એટલા માટે જ કર્યા જેથી કરીને તે કોંગ્રેસ પાર્ટીમાં પોતાની જગ્યા બનાવી શકે.

રોહિતના સ્વાસ્થ્યને લઇ અપૂર્વાને હતી અસુરક્ષા
રાજકારણમાં કેરિયર બનાવાના અપૂર્વાના સપનાને એ સમયે ઝાટકો લાગ્યો જ્યારે રોહિતના સ્વાસ્થ્ય અંગે માહિતી મળી. થોડાક દિવસ બાદ બંને વચ્ચે તણાવ શરૂ થઇ ગયો. રાજકીય કેરિયરમાં પણ રોહિત શેખર કંઇ આગળ વધી રહ્યો નહોતો અને તેના લીધે પણ અપૂર્વા નિરાશ હતી. વિવાદ એટલો વધ્યો કે 29મી મેના રોજ તે પાછી ઇન્દોર જતી રહી પછી રોહિતે બોલાવી તો થોડાંક દિવસમાં પાછી દિલ્હી આવી ગઇ. જો કે ડિફેન્સ કોલોનીવાળા મકાનમાં અપૂર્વા અને રોહિત અલગ-અલગ રૂમમાં રહેતા હતા. રોહિત અને અપૂર્વાની વચ્ચે દરરોજ થતાં ઝઘડાના લીધે ઉજ્જવલા શર્મા એ પણ ડિફેન્સ કોલોનીવાળું ઘર છોડીને તિલક લેનવાળા બંગલામાં રહેવા જતા રહ્યા હતા.

રોહીતથી છૂટાછેડા લેવા માંગતી હતી અપૂર્વા
રોહિતના માતા ઉજ્જવલા એ કહ્યું કે અપૂર્વા રોહિતને છૂટાછેડા આપવા માંગતી અને આ વર્ષે જૂન સુધીમાં છૂટાછેડાની પ્રક્રિયા પૂરી કરવા માંગતી હતી. જો કે રોહિત તેના માટે તૈયાર નહોતો. પરિવારના સભ્યોનું કહેવું છે કે રોહિતને લાગતું હતું કે જો તે છૂટાછેડા આપશે તો તેની રાજકીય કેરિયર પર અસર પડી શકે છે. એક સંબંધીની મહિલા સાથે રોહિત નિકટ જતા અપૂર્વા ખૂબ હેરાન હતી અને પ્રોપર્ટીને લઇ વિવાદ થયો હતો. એન.ડી. તિવારીએ પોતાની તમામ સંપત્તિ રોહિત અને તેના સાવકા ભાઇ સિદ્ધાર્થના નામે કરી હતી અને અપૂર્વાને સંપત્તિમાં કંઇ મળ્યું નહોતું. પોલીસના સૂત્રોનું કહેવું છે કે એટલે અપૂર્વા એ રોહિતને રસ્તામાંથી હટાવાનો નિર્ણય લીધો હોય.

સંતાન નહોતું જોઇતું રોહિત શેખરને, અપૂર્વાને જોઇતું હતું બાળક
સૂત્રોનું કહેવું છે કે અપૂર્વા પોતાના પતિથી સંતાન ઇચ્છતી હતી. પરંતુ રોહિત તેના માટે તૈયાર નહોતો. અપૂર્વાને લાગતું હતું કે મહિલા સંબંધી સાથે રોહિતની નિકટતાના લીધે તે મા બની શકતી નહોતી. રોહિત અને અપૂર્વાના સંબંધમાં ખટાશનું એક કારણ એ પણ મનાય છે. હવે પ્રશ્ન એ ઉઠે છે કે જ્યારે બંનેની વચ્ચે છૂટાછેડાની વાત પહોંચી હતી તો વારદાતવાળી રાતે અચાનક જ આટલો ગુસ્સો કેમ આવી ગયો ?

ક્રાઇમબ્રાન્ચના સિનિયર ઓફિસરે કહ્યું કે રોહિત અને તેની માતા ઉજ્જવલા શર્મા 15મી એપ્રિલના રોજ ઉત્તરાખંડના કાઠગોદામથી વોટિંગ કરીને પાછા ફરી રહ્યા હતા. આ દરમ્યાન અપૂર્વા એ વીડિયો કોલિંગ કર્યો તો રોહિત પોતાની કારમાં દારૂ પી રહ્યો હતો. તેની સાથે તેમની સંબંધી મહિલા પણ હતી. બંને નશામાં હતા. ઓફિસરના મતે એ મહિલા પર અપૂર્વાને પહેલેથી જ શંકા હતી. વીડિયો કોલિંગ દરમ્યાન બંને એક જ ગાડીમાં દારૂ પીતા જોવા મળતા અપૂર્વા ગુસ્સે ભરાઇ હતી. જ્યારે બધા ઘરે આવ્યા તો રોહિત અને તેની સંબંધી નશામાં હતી. અપૂર્વા ગુસ્સે થઇ અને આખરે તેણે ગુનાને અંજામ આપ્યો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post પતિ-પત્ની ઔર ‘વો’ના ચક્કરમાં રોહિત શેખરની હત્યા, મહત્વાકાંક્ષી અપૂર્વાના રહસ્ય પરથી ઉઠ્યો પડદો appeared first on Sandesh.



from India – Sandesh http://sandesh.com/rohit-shekhars-wife-apoorva-arrested-for-his-murder-property/
via Best Gujarati News

0 Comments