પી.એન.બી. એટલે કે પંજાબ નેશનલ બેંક 30 એપ્રિલથી તેની ખાસ સેવા PNB Kitty બંધ કરી રહી છે. PNB Kitty ડિજિટલ વૉલેટ છે. જેના દ્વારા ઇ-કૉમર્સ વ્યવહારો કરવામાં આવે છે. તેમાં કમ્પ્યુટર અથવા સ્માર્ટફોનનો ઉપયોગ કરીને ઑનલાઇન શોપિંગ કરી શકાય છે. ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અથવા નેટબેન્કિંગને બદલે PNB Kittyમાંથી ચુકવણી કરી શકાય છે. નેટબેન્કિંગ પાસવર્ડ્સ અથવા કાર્ડની માહિતી વગેરે કોઈ પણ સાથે શેર કરવામાં આવતી નથી. પી.એન.બી.નું મોબાઇલ વૉલેટ PNB Kitty હવે બંધ થઈ રહ્યું છે.

પંજાબ નેશનલ બેંકે PNB Kittyના વપરાશકર્તાઓને જણાવ્યું છે કે તેમના વૉલેટમાં રહેલ રૂપિયા વાપરી નાખે અથવા તો 30 એપ્રિલ સુધી આઇએમપીએસ દ્વારા બીજા ખાતામાં ટ્રાન્સફર કરી નાખે. કારણ કે બેંકે PNB Kitty બંધ કરવાનો નિર્ણય લીધો છે. તાજેતરમાં તમે PNB Kitty દ્વારા 30 એપ્રિલ સુધી તમામ પ્રકારના વ્યવહારો કરી શકો છો.

PNB Kitty વૉલેટ કેવી રીતે બંધ કરશો:

PNB Kitty વૉલેટ ફક્ત ત્યારે જ બંધ થઈ શકે છે જ્યારે તેના બેલેન્સ શૂન્ય થઈ જાય છે. જો બેલેન્સ શૂન્ય નથી, તો વપરાશકર્તાઓ તેને ખર્ચ કરી શકે છે અથવા IMPS દ્વારા બીજા ખાતામાં સ્થાનાંતરિત કરી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post બંધ થઇ રહી છે આ બેંકની ઇ-વૉલેટ સર્વિસ, તમારું એકાઉન્ટ હોય તો 30 એપ્રિલ પહેલા કરો આ કામ appeared first on Sandesh.



from India – Sandesh http://sandesh.com/pnb-has-decided-to-discontinue-the-pnb-kitty-wallet/
via Best Gujarati News

0 Comments