કાશીમાં ‘દેવ દિવાળી’, મોદી આજે કરશે ભવ્યાતિભવ્ય મેગા રોડ શો
વારાણસી સંસદીય સીટ પરથી ઉમેદવારી પત્ર ભરતા પહેલાં આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વાગતની તૈયારીઓ કરાઇ રહી છે, જેને જોઇ કોઇ પણ દંગ રહી જશે. ઉમેદવારી પત્ર ભરતા પહેલાં આજે મેગા રોડ શો કરશે. ગુરૂવાર બપોરમાં વારાણસી આવયા બાદ પીએમનો રોડ સો લંકા સ્થિત મહામના મદન મોહન માલવીયની પ્રતિમા પર માલ્યાર્પણની સાથે શરૂ થશે. અંદાજે 7 કિલોમીટરના અંતરે 4 કલાકનું અંતર કાપી વડાપ્રદાન દશાશ્વમેઘ ઘાટમાં પહોંચશે. અહીં બનેલા ફ્લોટિંગ પ્લેટફોર્મથી મા ગંગાનું વૈદિક વિધીથી પૂજન કર્યા બાદ ભવ્ય ગંગા આરતીમાં સામેલ થશે.
દશાશ્વમેઘ ઘાટ પર હજારો દીવડા ઝગમગશે તો સીડીઓ પર રેડ કાર્પેટ પથરાશે. ગંગા સેવા નિધિના અધ્યક્ષ સુશંત મિશ્ર એ કહ્યું 2014ની લોકસભા ચૂંટણી જીત્યા બાદ અને જાપાનના વડાપ્રધાન શિન્જો અબેને સાથ લઇ વડાપ્રધાન મોદીના આવ્યાના સમયથી કયાંય ભવ્ય રીતે દશાશ્વમેઘ ઘાટને સજાવાશે. કવિ કેશવની પંક્તિ ‘નામ લિએ કિતને તરિજાત, પ્રણામ કિએ સુર લોક સિધારો’ના લયબદ્ધ ગીતની વચ્ચે પરંપરાગત વેશભૂષામાં 7 અર્ચક મા ગંગાની આરતી કરશે. અર્ચકોની સાથે રિદ્ધિ સિદ્ધિ રૂપે 14 કન્યાઓ રહેશે. આ નજારો દેવ દિવાળી ઉત્સવ જેવો હશે.
PM Modi to file nomination on April 26, security beefed up in wake of roadshow today
Read @ANI Story | https://t.co/wYHjQsMMTL pic.twitter.com/aXGG1M1MCf
— ANI Digital (@ani_digital) April 25, 2019
દશાશ્વમેઘની બાજુમાં આવેલા રાજેન્દ્ર પ્રસાદ ઘાટ પર બનાવેલા મંચ પરથી વડાપ્રધાન મોદી લોકોને સંબોધિત કરશે. ભગવા રંગમાં રંગાયેલ ઘાટ પર બનારસના મંદિર, કળા અને સંસ્કૃતિનો સંગમ જોલા મળશે. અહીં લગાવેલ 100 ફૂટ ઊંચા પીએમના કટઆઉટ દૂરથી જ દેખાશે. આ એ ઘાટ છે જ્યાં પૂર્વ વડાપ્રધાન સ્વ.રાજીવ ગાંધીએ ગંગા સફાઇ કાર્યના યોજનાનો શુભારંભ કર્યો હતો.
વડાપ્રધાનના રોડ શો અને ઉમેદવારીપત્રની કમાન ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે સંભાળી છે. અમિત શાહે કહ્યું કે ઉમેદવારી પત્ર ભરવા દરમ્યાન એનડીએ કાશીમાં રહેશે. એનડીએના વરિષ્ઠ નેતા પંજાબના પૂર્વ સીએમ પ્રકાશ સિંહ બાદલ, બિહારના સીએમ નીતીશ કુમાર, એલજેપી સુપ્રીમો રામવિલાસ પાસવાન, શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે, એઆઇડીએમકે, અસમ ગણ પરિષદ, અપના દળ અને નૉર્થ ઇસ્ટમાં ભાજપ સાથે જોડાયેલા તમામ મોટા નેતા પણ કાશીમાં રહેશે. કેન્દ્રીય મંત્રી સુષ્મા સ્વરાજ, નિર્મલા સીતારમણ, નિતિન ગડકરી, પિયૂષ ગોયલ સિવાય હેમા માલિની, જયાપ્રદા, ભોજપુરી ફિલ્મોના સ્ટાર મનોજ તિવારી, રવિકિશન અને દિનેશ લાલ નિરહુઆ વગેરેનો રોડ શોમાં સામેલ થવાનું નક્કી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post કાશીમાં ‘દેવ દિવાળી’, મોદી આજે કરશે ભવ્યાતિભવ્ય મેગા રોડ શો appeared first on Sandesh.
from India – Sandesh http://sandesh.com/today-pm-modis-mega-roadshow-and-ganga-aarti-in-varanasi/
via Best Gujarati News
0 Comments