યુવતીઓ સાવધાન, જો તમને આવા ગઠિયા મળે તો થઇ જજો સતર્ક, નહીં તો પસ્તાશો
પોતાને કાસ્ટિંગ ડાયરેક્ટર તરીકે ઓળખાવી યુવતીઓના ફોટા મેળવી તેના પર અશ્લીલ ફોટો મોર્ફ કરી યુવતીઓ પાસેથી ખંડણી પડાવતા ગઠિયાને ક્રાઇમ બ્રાંચના યુનિટ-૯ ના અધિકારીઓએ ઝડપી લીધો છે. ૧૨ દિવસ સુધી તેના પર માત્ર નજર રખાઈ હતી અને એ પછી તેની ધરપકડ કરાઈ હતી.
આ બાબતે એક યુવતીએ વર્સોવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં યુવતીએ કહ્યું હતું કે આરોપીએ વોટસ એપ તેના જ મોર્ફ કરેલા અશ્લીલ ફોટા મોકલાવી એ વાઇરલ કરી દેવાની ધમકી આપી તેને બ્લેકમેઇલ કરી તેની પાસેથી ખંડણી પડાવતો હતો.
આ કેસની સમાંતર તપાસ ક્રાઇમ બ્રાંચ ૯ પણ ચાલુ કરી હતી. પોલીસે તેનો મોબાઈલ નંબર ટ્રેક કરતાં એ બંધ આવતો હતો. આરોપી બહુ થોડી જ ક્ષણો માટે તેનો મોબાઈલ ચાલુ કરતો હતો. આખરે તેણે મોબાઈલ ચાલુ કરતો એ ટ્રેસ થયો હતો.
એ પછી પોલીસે એ વિસ્તારના ખબરી નેટવર્કમાં એ વાત ફેલાવી આખરે આરોપીને શોધી કાઢયો હતો. પણ કેસ પુરવાર કરવા પૂરતા પ્રમાણમા મજબૂત પુરાવા જોઈએ એ જાણતી પોલીસે તેની ધરપકડ ન કરતાં તેના પર ૧૨ દિવસ સુધી નજર રાખી હતી અને એ પછી તેણે જેવો પોતાનો એ ચોક્કસ મોબાઈલ ચાલુ કર્યો ત્યારે પોલીસે તેને એ મોબાઈલ સાથે ઝડપી લીધો હતો. યુવાને પોતાનો ગુનો કબૂલ કરતા કહ્યું હતું કે તે યુવતીઓનો સોશિયલ મીડિયા પર સંપર્ક કરી પોતાને કાસ્ટિંગ ડાયરેક્ટર ગણાવતો અને ફિલ્મ, સિરિયલોમાં કામ અપાવવાને બહાને યુવતીઓના ફોટા મંગાવતો.
ત્યાર બાદ એ ફોટા મોર્ફ કરી તેમનો ચહેરો રાખી બાકીનું શરીર અન્ય નગ્ન યુવતીનું હોય એ રીતે ફોટા બનાવી યુવતીઓને બીજા ચોક્કસ નંબર પરથી ફોટો મોકલી એ વાઇરલ કરી દેવાની ધમકી આપી તેમની પાસેથી ખંડણી પડાવતો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post યુવતીઓ સાવધાન, જો તમને આવા ગઠિયા મળે તો થઇ જજો સતર્ક, નહીં તો પસ્તાશો appeared first on Sandesh.
from India – Sandesh http://sandesh.com/girls-were-blackmailed-and-a-large-ransom-was-seized/
via Best Gujarati News
0 Comments