અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત સહિત આઠ દેશોને ઇરાનથી તેલની આયાત કરવા માટે મળેલી છૂટને આગળ વધારવાથી ઇન્કાર કર્યો છે. જેના કારણે મંગળવારે વૈશ્વિક સ્તરે કાચા તેલના ભાવ પાંચ મહિનાની ટોચે પહોંચ્યા છે. ઇરાનની તેલ નિકાસ પર અમેરિકાનો પ્રતિબંધ ભારત માટે સારા સંકેત નથી અને આની અસર આગામી સમયમાં દેશની અર્થતંત્રની સાથે નાણાકીય બજારો પર પણ જોવા મળી શકે છે.

મંગળવારે જૂન ડિલીવરી માટે બ્રેન્ટ ફ્યૂચર 0.6 ટકા વધીને બેરલ દીઠ 74.51 ડોલર બોલાયા જે 31 ડિસેમ્બરના રોજ 54.57 ડોલર પ્રતિ બેરલ હતા. આ સાથે અત્યાર સુધી આશરે 37 ટકાનો વધારો જોવા મળ્યો છે. સોમવારે ક્રૂડ ફ્યૂચરમાં ભારે તેજી જોવા મળી હતી. બ્રેન્ટ નોર્થ સી ક્રૂડ મંગળવારે બેરલ દીઠ 74.70 ડોલરે બોલાયું. જે નવેમ્બર બાદ તેની ટોચની સપાટી છે. WTI ક્રૂડની વાત કરીએ તો છ મહિનાની ટોચની સપાટી 66.19 ડોલર પ્રતિ બેરલ બોલાયું.

અમેરિકાના આ વલણની અસર ભારતીય શેર બજારો પર પણ જોવા મળી. ઉપરાંત ક્રૂડ તેલમાં આ તેજી યથાવત રહી તો આગામી ટૂંક સમયમાં ડોલરની સરખામણીએ રૂપિયા પર પ્રતિકૂળ અસર જોવા મળશે. જેના કારણે એફઆઈઆઈ રોકાણ ઘટી જશે. ઉલ્લેખનીય છે કે ભારત તેના જરૂરિયાતના 80 ટકા ક્રૂડની આયાત કરે છે. તેથી ક્રૂડ તેલ ભાવમાં વધારો થતા ડોલરની માગમાં વધારો થશે અને રૂપિયા પર તેની પ્રતિકૂળ અસર જોવા મળશે. રૂપિયામાં કડાકાના કારણે વિદેશી રોકાણકારોનું ડોલરમાં રિટર્ન ઓછું થશે. પરિણામ સ્વરૂપ દેશમાં વિદેશી રોકાણ ઘટશે.

ઉપરાંત કાચા તેલના ભાવમાં પ્રતિ બેરલ 10 ડોલરનો વધારો થાય તો ભારતના કરન્ટ એકાઉન્ટ ડેફિસિટ(CAD) જીડીપીના 0.4 ટકાની બરાબર વધે છે. તેથી જો કાચા તેલની કીમત 10 ટકા વધે તો મોંઘવારી દર 0.20 ટકા વધી શકે છે. આવી પરિસ્થિતિઓમાં રિઝર્વ બેંક પણ વ્યાજદરોમાં વધારો કરવા માટે મજબૂર થઈ શકે છે. આ સિવાય કેમિકલ્સ, ઑટોમોબાઇલ, કન્ઝ્યુમર સ્ટેપલ્સ, પેઇન્ટ એન્ડ લ્યુબ્રિકન્ટ્સ જેવા ઉદ્યોગોમાં મૂડી અને ટ્રાન્સપોર્ટેશન ખર્ચ વધી શકે છે. જેના કારણે મોંઘવારીમાં વધારો થઈ શકે છે.

જોકે આ પરિસ્થિતિઓમાં જો અમેરિકાના તેના તેલ ઉત્પાદનમાં વધારો કરે તો ભારતને થોડી રાહત મળી શકે છે. કારણ કે ઓપેક અને અન્ય સહાયક દેશ પુરવઠા માંગને પૂરી કરવામાં સંપૂર્ણ રીતે સક્ષમ ન બની શકે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post ઇરાન પર USના પ્રતિબંધથી ભારતીય અર્થતંત્ર પર પડશે માઠી અસર, મોંઘવારીમાં થશે વધારો appeared first on Sandesh.



from Business – Sandesh http://sandesh.com/us-ban-on-iranian-crude-oil-import-will-have-effect-on-indian-economy/
via Best Gujarati News

0 Comments