ICICI-વીડિયોકોન મામલે EDએ ચંદા કોચર અને તેમના પતિને સમન્સ પાઠવ્યા
ઇન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે(ઈડી) બેંક લોન ભ્રષ્ટાચાર સંબંધી મની લોન્ડ્રિંગ મામલે આઈસીઆઈસીઆઈ બેંકના પૂર્વ સીઈઓ ચંદા કોચર અને તેમના પતિ દીપક કોચરને સમન્સ ઈશ્યૂ કરી આગામી સપ્તાહ સુધી જવાબ માંગ્યો છે.
ઈડીના અધિકારીઓએ જણાવ્યું કે, ચંદા કોચરને 3જી મેના રોજ હાજર રહેવા આદેશ અપાયો છે. જ્યારે તેમના પતિ દીપક કોચર અને ભાઈ રાજીવને 30મી એપ્રિલે તપાસ અધિકારી સમક્ષ હાજર થવા કહ્યું છે. તેમને પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ(પીએમએલએ) હેઠળ તેમના નિવેદનો રેકોર્ડ કરાવવાનું કહેવામાં આવ્યું છે. ઉપરાંત અંગત અને સત્તાવાર નાણાકીય માહિતીથી સંબંધીત કેટલાક દસ્તાવેજો પણ લાવવા કહેવામાં આવ્યું છે. ઈડીના અધિકારીએ જણાવ્યું કે ચંદા કોચર સહિત અન્યને ગત સપ્તાહે સમન્સ મોકલવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે બેંક લોન મામલે 1લી માર્ચે દરોડા પાડ્યા બાદ પ્રવર્તન નિદેશાલયે ચંદા કોચર અને તેમના પતિથી ઈડીના મુંબઈ ઓફિસમાં પૂછપરછ કરી હતી. ઈડીએ ચંદા કોચર, તેમના પરિવાર અને વીડિયોકોન ગ્રુપના વેણુગોપાલ ધૂતના મુંબઈ અને ઔરંગાબાદ ઠેકાણાઓ પર દરોડા પાડ્યા હતા. ઈડીએ આ વર્ષની શરૂઆતમાં ચંદા કોચર, તેમના પતિ દીપક કોચર, ધૂત અને અન્ય સામે આઈસીઆઈસીઆઈ દ્વારા વીડિયોકોન ગ્રુપને 1,875 કરોડ રૂપિયાની લોન મંજૂર કરવાના મામલે કથિત અનિયમિતતા અને ભ્રષ્ટાચારની તપાસ માટે પીએમએલએ હેઠળ ગુનાહિત મામલો નોંધયો હતો. આ પહેલા ઓક્ટોબર 2018માં ચંદા કોચરે આઈસીઆઈસીઆઈ બેંકના સીઈઓ અને એમડીનો પદ છોડ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post ICICI-વીડિયોકોન મામલે EDએ ચંદા કોચર અને તેમના પતિને સમન્સ પાઠવ્યા appeared first on Sandesh.
from Business – Sandesh http://sandesh.com/ed-issue-summons-to-chanda-kochhar-and-her-husband-under-icici-videocon-case/
via Best Gujarati News
0 Comments