શેરબજારમાં નજીવો ઘટાડો, સેન્સેક્સ 80 પોઇન્ટ ઘટ્યો અને નિફ્ટી 11,575 પર બંધ
લોકસભાની ચૂંટણીમાં આજે ત્રીજા તબક્કાનું મતદાન યોજાઇ રહ્યું છે. 15 રાજ્યોની 116 બેઠકો પર આજે સવારે 7 કલાકથી મતદાન શરૂ થઇ ગયુ છે. તેવામાં આજે દિવસના અંતે શેરબજાર બંધ થતા માર્કેટમાં નિરાશા વ્યાપી ગઇ છે. કારણ કે શેરબજારમાં સેન્સેક્સ −80.30 અંક એટલે કે 0.21% ટકા ધટીને 38,564.88 પર અને નિફ્ટી −18.50 અંક એટલે કે 0.16% ટકા ધટીને 11,575.95 પર માર્કેટ બંધ થયું છે.
આજે શેરબજાર ખુલતાની સાથે સેન્સેક્સ +135.67 અંક એટલે કે 0.35% ટકા વધીને 38,780.85 પર અને નિફ્ટી +35.45 અંક એટલે કે 0.31% ટકા 11,629.90 પર શેરબજાર ટ્રેડ થઇ રહ્યું છે.
ગઇકાલે શેરબજાર મોટો કડાકો જોવા મળ્યો હતો. જેમાં સેન્સેક્સ −495.10 અંક એટલે કે 1.26% ટકા ધટીને 38,645.18 પર અને નિફ્ટી −158.35 અંક એટલે કે 1.35% ટકા ધટીને 11,594.45 પર શેરબજાર બંધ થયું હતુ.
ઉલ્લેખનિય છે કે ગઇકાલે અમેરિકા દ્વારા ભારત સહિત આઠ દેશોને ઈરાન પાસેથી મેથી તેલ આયાત કરવામાં કોઈ છૂટ ન આપવાના સમાચારથી ડોમેસ્ટિક શેર બજાર ધરાશાયી થઈ ગયું હતું. આ સમાચારથી ડોલરના મુકાબલે રૂપિયામાં ઘટાડો થયો અને વિદેશી રોકાણ પ્રભાવિત થયું, જેથી સેન્સેક્સ લગભગ 495 પોઈન્ટ તો નિફ્ટી 11,600 પોઈન્ટના સ્તરથી નીચે આવી ગઈ હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post શેરબજારમાં નજીવો ઘટાડો, સેન્સેક્સ 80 પોઇન્ટ ઘટ્યો અને નિફ્ટી 11,575 પર બંધ appeared first on Sandesh.
from Business – Sandesh http://sandesh.com/business-news-today-sensex-by-38564-88-nifty-11575-95/
via Best Gujarati News
0 Comments