વેપારને સાયબર હુમલાના ખતરાથી રક્ષણ આપશે SBIનો ખાસ વીમો, જાણો ફાયદા
એસબીઆઈ જનરલ ઇન્શ્યોરન્સે સોમવારે જણાવ્યું છે કે તેણે સાયબર હુમલાને લીધે વ્યવસાયોને નાણાકીય નુકસાનથી બચાવવા માટે એક સ્કિમ શરૂ કરી છે. વીમાદાતાના નિવેદનમાં જણાવાયું છે કે શરૂઆતમાં તેનું ધ્યાન નાની અને મધ્યમ કંપનીઓ (એસએમઇ) અને પ્રમાણમાં મધ્યમ કદની કંપનીઓ પર હશે. પરંતુ પાછળથી તે મોટી કંપનીઓ માટે પણ આ સ્કિમ લોન્ચ કરવામાં આવશે.
એસબીઆઇ જનરલ ઇન્શ્યોરન્સે એક નિવેદનમાં જણાવ્યું હતું કે તાજેતરના દિવસોમાં સાયબર હુમલાઓની વધતી જતી ઘટનાઓને ધ્યાનમાં રાખીને આ વીમા સ્કિમ તૈયાર કરવામાં આવી છે. આ સ્કિમ હેઠળ વેપારીઓ હેકિંગ પ્રયાસો, ઓળખની ચોરી, બજારમાં સંવેદનશીલ ડેટાની જાહેરાત અથવા વ્યવસાય સ્થગિત જેવા સાયબર પડકારોથી રક્ષણ મેળવવામાં સમર્થ હશે. નિવેદન અનુસાર, છેલ્લા કેટલાક વર્ષોમાં ડિજિટલ વિશ્વની પ્રગતિએ લગભગ બધા પ્રકાર અને આકારની કંપનીઓને સાયબર અટેકના ઓથાર હેઠળ લાવી દિધી છે.
વીમા કંપનીએ કહ્યું કે સાયબર-હુમલાખોરો માત્ર એક સિદ્ધાંતનો લાભ લે છે. તેઓ ધારે છે કે સાયબર હુમલાને ટાળવા માટે કંપનીઓ પાસે સામાન્ય રીતે પૂરતી વ્યવસ્થા હોતી નથી. તેઓ એમ પણ માને છે કે મોટી કંપનીઓ પર સાયબર હુમલા માટે વપરાતી ટેક્નોલોજીનો ઉપયોગ નાની કંપનીઓ પર પણ થઈ શકે છે.
પરંતુ તેમની આ સ્કિમ પ્રથમ અને તૃતીય-પક્ષ, બન્ને રીતની વીમા સ્કિમ ઉપલબ્ધ કરાવશે. તેનું કવરેજ ક્ષેત્ર પણ વ્યાપક છે, જેના હેઠળ સાયબર વિક્ષેપ, સિસ્ટમની નિષ્ફળતા, પ્રતિષ્ઠા ખોટ અથવા કમ્પ્યુટર ગુના જેવા તમામ પાસાં વીમા કવર હેઠળ શામેલ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post વેપારને સાયબર હુમલાના ખતરાથી રક્ષણ આપશે SBIનો ખાસ વીમો, જાણો ફાયદા appeared first on Sandesh.
from Business – Sandesh http://sandesh.com/insurance-sbi-general-launches-cyber-defence-insurance-for-businesses/
via Best Gujarati News
0 Comments