PM સંગ અક્ષય કુમાર, જાણો મોદીએ પહેલી મુલાકાતમાં કેવા સંભળાવ્યા’તા જોક્સ
બોલીવુડ એક્ટર અક્ષય કુમારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો નોન પોલિટિકલ ઇન્ટરવ્યુ લીધો હતો. અક્ષય કુમારે PM મોદીને રાજનીતિક સવાલો છોડીને તેની નીજી જિંદગી સાથે જોડાયેલ તમામ મુદ્દાઓ પર વાતચીત કરી હતી. PM મોદી સાથે ખેલાડી કુમારે હલ્કી ફુલ્કી વાતચીત કરી હતી જેની હાલ પ્રશંસા થઈ રહી છે. આ વાતચીત હાલ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહી છે. જ્યાં જુઓ ત્યા બસ આ વાતની જ ચર્ચા છે કે PM મોદીએ અક્ષય કુમારને શું કહ્યુ કેવા સવાલો હતા કેવા જવાબ આપ્યા.
ANIને આપેલ નોન પોલિટિકલ ઇન્ટરવ્યુમાં PM મોદી સાથે ખાસ વાતચીત કરી અક્ષય કુમારને પોતાની જિંદગીના ખુબજ રસપ્રદ કિસ્સાઓ સંભળાવ્યા હતા. એક સવાલમાં અક્ષય કુમારે PMને પુછ્યુ હતુ કે શું તમે હંમેશા જ PM બનવા માંગતા હતા કે પછી સંન્યાસી?
#WATCH: PM Narendra Modi and Akshay Kumar’s interaction at 7 Lok Kalyan Marg (LKM) in Delhi. https://t.co/5FodYsR4ZN
— ANI (@ANI) April 24, 2019
PM મોદીએ હસીને આ વાતનો જવાબ આપ્યા હતો તો અક્ષય કુમારે પણ પોતાનો અનુભવ શેર કર્યો હતો અને કહ્યુ હતુ કે હું પણ શું બનવાનું વિચારતો હતો અને શું બની ગયો. હું નાનપણથી જ માર્શલ આર્ટ્સનો ટીચર બનવા માંગતો હતો અને બની ગયો ફિલ્મનો હીરો.
ખેલાડી કુમારે PMને સવાલ કર્યો કે શું તમને ગુસ્સો આવે છે? આ સવાલ પુછતાની સાથે જ અક્ષય કુમારે એ પણ પુછી લીધુ કે જ્યારે ગુસ્સો આવે છે ત્યારે તમે શું કરો છો? અક્ષયે ખુબજ સહજતાથી કહ્યુ કે તમારાથી ખુબજ નાનો છુ એટલે સલાહ ન આપી શકુ પણ એક વાતતો નક્કી છે કે માણસે ક્યારેય પણ પોતાના ગુસ્સાને દબાવવો ન જોઈએ.
અક્ષયે કહ્યુ કે મને જ્યારે ગુસ્સો આવે તો હું મારે ત્યા એક બોક્સીંગ બેગ રાખુ છુ જેના પર તમામ ગુસ્સો ઉતારી દઉ છુ. સવારે સમુદ્ર કિનારે જાવ છુ અને ત્યાં મોટે મોટેથી શોર મચાવુ છુ આવુ કરવાથી ગુસ્સો બહાર આવી જાય છે.
અક્ષય કુમારે PM મોદી સાથે તેની પહેલી મુલાકાત પણ યાદ કરી હતી. એક્ટરે કહ્યુ કે હું જ્યારે તમને ગુજરાત મળ્યો ત્યારે તમે મને એક બે જોક્સ સંભળાવ્યા હતા. તમે ખુબજ કડક સ્વભાવના એવી તમારી છાપ છે તો તમારી સાથે કામ કરનારા લોકો તમારાથી ડરે છે.
ત્યારે PMએ ક્હયુ કે હું કામ પ્રત્યે ખુબજ નિષ્ઠા રાખુ છુ. કોઈ પણ મીટિંગ હોય મારો ફોન બાજુ પર રાખી દઉ છુ અને કોઈ કામમાં ખોટો ફોનમાં સમય વીતાવે કે કામમાં તાગડધીન્ના કરે તે શાંખી લેતો નથી. કામમાં ક્યારેય ચલાવતો નથી ચલાવીશ પણ નહી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post PM સંગ અક્ષય કુમાર, જાણો મોદીએ પહેલી મુલાકાતમાં કેવા સંભળાવ્યા’તા જોક્સ appeared first on Sandesh.
from Entertainment – Sandesh http://sandesh.com/akshay-kumar-shares-his-life-unknown-facts-talking-pm-modi-interview/
via Best Gujarati News
0 Comments