ટ્વિંકલ ખન્નાને લઇને PM મોદીએ અક્ષય કુમારને કહી દીધી આ વાત, જાણો વિગતે
બોલીવુડ અભિનેતા અક્ષય કુમારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ઇન્ટરવ્યું લીધો છે. ઇન્ટરવ્યુના સવાલ નરેન્દ્ર મોદીની પર્સનલ લાઇફથી જોડાયેલા હતા. આ દરમિયાન પીએમ મોદીએ તેમની લાઇફના કેટલાક રસપ્રદ કિસ્સા શેર કર્યા છે. વાતચીત દરમિયાન એક સવાલના જવાબમાં પીએમ મોદીએ કહ્યું કે તે ટ્વીટર પર ટ્વિંકલ ખન્નાની પોસ્ટ જોતા રહે છે.
વાત એમ હતી કે અક્ષયે પીએમ મોદીને સોશિયલ મીડિયાને લઇ સવાલ પૂછ્યો. અક્ષયે પૂછ્યું કે શુ તમે સોશિયલ મીડિયા જુઓ છો. નરેન્દ્ર મોદીએ કહ્યું હા જોવું છું, તેનાથી મને દુનિયાની તમામ માહિતી મળે છે.
નરેન્દ્ર મોદીએ કહ્યું કે, હું મારું ટ્વીટર પણ જોવું છું અને ટ્વિંકલ ખન્નાની ટ્વીટ પણ જોવું છું અને ક્યારેક -ક્યારેક મને લાગે છે કે તે મારા પર ટ્વીટરમાં જે ગુસ્સો નીકાળે છે. તેના લીધે તમારા પારિવારિક જીવનમાં શાંતિ રહેતી હશે. હળવા અંદાજમાં પીએમ મોદીએ કહ્યું, તેમનો બધો ગુસ્સો તો મારી પર નીકળી જાય છે. જેથી તમને આરામ રહેતો હશે અને શાંતિ મળતી હશે.
નરેન્દ્ર મોદીએ કહ્યું કે તો હું તમને આ પ્રકારે કામ આવું છું. ખાસ કરીને ટ્વીંકલ જી માટે અને કદાચ ટ્વિંકલ જી ને ખબર નહીં હોય. તેમના નાના ચીનુભાઇને હું મળ્યો હતો. તેમને મળવાનું કારણ શું હતું તે પણ રસપ્રદ હતું.
મોદીએ કહ્યું કે ગુજરાતમાં દુષ્કાળ પડ્યો હતો ત્યારે એક સામાજિક કાર્ય માટે ચીનુભાઇની સાથે મુલાકાત થઇ હતી. ચીનુભાઇ મુંબઇના એક મીઠાઇના વેપારી સુરેન્દ્રનગર લઇને આવ્યા હતા. તે સમયે ટ્વિંકલના નાનાની સાથે મારી મુલાકાત થઇ હતી. ઘણી વાતો પણ થઇ હતી.
#WATCH PM Narendra Modi speaks on Akshay Kumar & Twinkle Khanna pic.twitter.com/r0Y2fCjaK0
— ANI (@ANI) April 24, 2019
અક્ષય કુમારે ઇન્ટરવ્યુ દરમિયાન પીએમ મોદીને મીમ્સ સાથે જોડાયેલા સવાલ પણ પૂછ્યા કે તેમની પર બનેલા મીમ્સ જોઇને કેવું લાગે છે. મોદીએ કહ્યું કે મીમ્સ જોઇને હું એન્જોય કરું છું. તેમા હું મોદીને ઓછું અને ક્રીએટીવિટી વધારે જોવું છે. સોશિયલ મીડિયાનો સૌથી મોટો લાભ એ છે કે કોમન મેનની ક્રિએટીવિટી અને તેમનું એનાલિસીસી સમજવા મળે છે.
ટ્વિંકલ ખન્ના અક્ષય કુમારની પત્ની છે. સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે અને ટ્વિટર પર તમામ મુદ્દા પર પોતાના મંતવ્યો શેર કરે છે. ઘણા મુદ્દા રાજનીતિ અને સરકારથી જોડાયેલા પણ હોય છે.
જણાવી દઇએ કે બે દિવસ પહેલા અક્ષય કુમારે એક ટ્વિટ શેર કરી હતી. તેમા તેને કહ્યું હતું કે તે તેના કરિયરમાં નવું કામ કરવા જઇ રહ્યો છે અને તેને લઇને તે ખૂબ નર્વસ છે. અક્ષયના આ ટ્વિટ બાદ લોકો અંદાજો લગાવવા લાગ્યા હતા કે તે રાજકીય ઇનિંગ્સ રમવા જઇ રહ્યા છે. પરંતુ બાદમાં સ્પષ્ટ કર્યું કે તે પોલિટિક્સમાં એન્ટ્રી કરી રહ્યા નથી રિપોર્ટ્સમાં માલૂમ પડ્યુ કે તે પીએમ મોદીનો ઇન્ટરવ્યું કરવાના છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post ટ્વિંકલ ખન્નાને લઇને PM મોદીએ અક્ષય કુમારને કહી દીધી આ વાત, જાણો વિગતે appeared first on Sandesh.
from Entertainment – Sandesh http://sandesh.com/watch-twinkles-twitter-post-pm-modi-akshay-tells-these-things/
via Best Gujarati News
0 Comments