સબસિડીના મુદ્દે USને જવાબ માટે યુરોપિયન યુનિયન તૈયાર
વોશિંગ્ટન :
એરબસને સબસીડી આપવાના મુદ્દે અમેરિકાએ યુરોપિયન યુનિયન વિરુદ્ધ જકાત લાગુ કરી તો યુરોપના દેશો તેનો વળતો જવાબ આપવા તૈયાર છે, એવી ચેતવણી ફ્રાંસના નાણા પ્રધાન બ્રૂનો લીએ ઉચ્ચારી હતી. સાથોસાથ તેમણે આ પ્રશ્નનો સમાધાનકારી ઉકેલ લાવવા અપીલ કરી હતી. અમેરિકાના નાણા પ્રધાન સ્ટીવન મ્યૂચિનને મળ્યા બાદ ફ્રાંસના નાણા પ્રધાને પત્રકારોને સંબોધતા જણાવ્યું હતું કે અમેરિકા દ્વારા અમારી વિરૂદ્ધ અનુચિત અને અસંગત પ્રતિબંધ લદાશે તો યુરોપ તેનો જવાબ આપવા તૈયાર છે. વધુમાં જણાવ્યું હતું કે પરસ્પર આ પ્રકારની કોઇપણ વ્યાપારી કાર્યવાહી અમેરિકા – યુરોપ બંનેના હિતમાં નહીં હશે. વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનના નિષ્કર્ષને ધ્યાનમાં લેતા મારું માનવું છે કે અમેરિકા અને યુરોપિયન યુનિયને એરબસ – બોઇંગ પ્રકરણે સાનુકૂળ સમજૂતી કરવી જોઇએ. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે હાલમાં યુરોપિયન યુનિયન એરબસને સબસિડી આપવાનું બંધ નહીં કરે તો અમેરિકા તેની પ્રોડક્ટ્સ પર નવી આયાત જકાત લાદશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post સબસિડીના મુદ્દે USને જવાબ માટે યુરોપિયન યુનિયન તૈયાર appeared first on Sandesh.
from Business – Sandesh http://sandesh.com/subsidy-issue-us-answer-m/
via Best Gujarati News
0 Comments